તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચિત્રાસણી નજીકથી 1.03 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ

પાલનપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકા પીએસઆઇ બી. આર. પટેલ સ્ટાફ સાથે ગુરુવારે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચિત્રાસણી નજીક પસાર થતી કાર નંબર એમ. એચ.01.8065ને રોકાવી તલાસી લેતાં તેમાંથી રૂપિયા 27,504ની વિદેશી દારૂની બોટલ નંગ-180 મળી આવી હતી. આ અંગે રૂપિયા 50,000ની કાર, પેટ્રોલિંગ કરતી રૂપિયા 25000ની બાઈક મળી કુલ રૂપિયા 1,03,004નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. અને દાંતીવાડાના નોદોત્રાના દીપસિંહ દલપતસિંહ વાઘેલાને ઝડપી લેવાયો હતો. જ્યારે ગોવિંદસિંહ દેવુસિંહ વાઘેલા નાસી છૂટ્યો હતો. આ ઉપરાંત બે અજાણ્યા શખ્સો સહિત તમામની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...