તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાલનપુરના બાલારામ બ્રિજ પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત, અન્ય ત્રણને ગંભીર ઇજા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેગનઆર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

બનાસકાંઠામાં પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા છે.

કારમાં સવાર ચાર લોકો રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા
બનાસકાંઠામાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજે પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર વેગનઆર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. આજે કારમાં સવાર ચાર લોકો રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યાં હતા. અને બાલારામ બ્રિજ પરથી પસાર થઇ રહ્યાં હતા. તે દરમિયાન ટ્રેલર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે મૃતક યુવકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એલ.એન્ડ.ટી વિભાગના કર્મચારીઓએ મદદ કરી
​​​​​​​
બાલારામ બ્રિજ પર અકસ્માત સર્જાતા ઘટનાની જાણ થતા એલ.એન્ડ.ટી વિભાગના કર્મચારીઓ બાબુલાલ અને ગણેશ ઠાકોર ઘટના સ્થળે આવી ગયા હતા. અને ગાડીમાં સવાર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે બનાવના પગલે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેમાં એલએન્ડટી વિભાગ તેમજ પોલીસે ટ્રાફિક નિયંત્રણ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો