તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાન:પાલનપુરના કવિ- શાયરો અને ગઝલકારો રૂપી રત્નોને ઉજાગર કરવાનુ અભિયાન

પાલનપુર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાહિત્ય વર્તુળના ઉપક્રમે રેડીયોના માધ્યમથી 23 કવિએ કૃતિઓ રજુ કરી

" મારૂ મૂળ સમજો કે મારૂ ઉર, મારૂ વતન છે પાલનપુર, વિચરૂ ભલે આખા જગતમાં ઉમટે જો યાદોના ઘોડાપુર સો સાજ છોડીને વાગે એક સુર હવે જાવું છે પાલનપુર "

પાલનપુરના કવિ પ્રિત પાલનપુરી ઉર્ફે નરેન્દ્રભાઇ જગતાપ દ્વારા પાલનપુર સાહિત્ય વર્તુળના ઉપક્રમે પાલનપુર 90.4 એફ. એમ. રેડિયોના માધ્યમથી શહેરના કવિ- શાયરો અને ગઝલકારો રૂપી છુપા રત્નોને ઉજાગર કરવાનુ અન્યય વિના મૂલ્યે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 23 કવિઓએ પોતાની કૃતિ રજુ કરી આ ક્ષેત્રમાં પ્રગતિના સોપાનો માંડ્યા છે.

પાલનપુરમાં સાહિત્ય વર્તુળના ઉપક્રમે 90.4 એફ. એમ. રેડીયોના માધ્યમથી ગયા જૂન માસથી પાલનપુરના કવિઓ સાથે વાર્તાલાપ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. જેમના થકી આ કાર્યક્રમની રજુઆત થઇ રહી છે. તે કવિ પ્રિત પાલનપુરી ઉર્ફે નરેન્દ્રભાઇ જગતાપે જણાવ્યું હતુ કે, પાલનપુરઅે કવિ, શાયરો, ગઝલકારો અને સાહિત્યકારોની નગરી છે. શૂન્ય પાલનપુરી, અમન પાલનપુરી, મુસાફિર પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી સહિત નામાંકિત સાહિત્યકારો અને ગઝલકારોએ પાલનપુરનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કર્યુ છે. ત્યારે હવેની યુવાપેઢીમાં પડેલા કવિ- શાયરો અને ગઝલકારો રૂપી છુપા રત્નોને ઉજાગર કરવાનુ વિનામૂલ્યે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 23 ઉભરતા કવિઓએ પોતાની કૃતિઓ રજુ કરી છે. જેમને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

સપ્તાહમાં બે દિવસ કાર્યક્રમ રજૂ થાય છે
પાલનપુર કોલેજ ખાતે કાર્યરત 90.4 એફ. એમ. રેડીયોના કાર્યાલયમાં રેકોર્ડિંગ બાદ દર શુક્રવારે સાંજે 7.30 કલાકે રેડીયો ઉપર કાર્યક્રમ રજુ કરવામાં આવે છે. જે બાદ રવિવારે 3.30 કલાકે રિપીટ કરવામાં આવે છે.

પોલીસ, શિક્ષકોએ પણ કૃતિઓ રજુ કરી
પાલનપુરના ઉભરતા કવિઓમાં ભંગારનો વ્યવસાય કરતાં વેપારીઓથી માંડી પોલીસ વિભાગ, નિવૃત કર્મચારીઓ, શિક્ષક- શિક્ષિકાઓ, પોસ્ટ ઓફિસ, બનાસડેરી અને વન વિભાગમાંથી પણ કવિઓએ કૃતિઓ રજુ કરી છે. જેમાં સૌથી વધુ 77 વર્ષ અને સૌથી નાના 30 વર્ષના કવિઓનો સમાવેશ થયો છે.

ફોનાયરો- વિડાયરો પણ કર્યો
કોરોના લોક ડાઉન વખતે એક સ્થળે એકત્ર થઇ શકાતું ન હતુ. ત્યારે મોબાઇલ ફોન ઉપર કવિઓ સાથે વાતચિત રેકોર્ડિંગ કરાતી હતી. જેને ફોનાયરો નામ અપાયું હતુ. તેવી જ રીતે વિડિયો કોલ દ્વારા કરવામાં આવતાં રેકોર્ડિંગને વિડાયરો નામ અપાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો