દારૂ પકડાયો:થરાદના ડુવા ગામેથી એક બોલેરો ગાડીમાંથી રૂ. 59,370 નો દારૂ ઝડપી પાડ્યો

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલેરો ગાડી સહિત ટોટલ રૂ.3,59,370 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

થરાદના ડુવા ગામે એક બોલેરો ગાડીમાંથી થરાદ પોલીસે વિદેશી દારૂ ઝડપાયો છે. જેમાં ગાડીમાંથી રૂ. 59,370 નો દારૂ ઝડપી પાડ્યો છે. તેમજ બોલેરો ગાડી સહિત ટોટલ રૂ.3,59,370 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

વિદેશી દારૂની 19 પેટીઓ પકડાઇ

થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ તથા પો.ઇન્સ જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના અ.હેડ.કોન્સ અશોકભાઈ તથા અ.પો.કોન્સ. માનસંગભાઈ તથા આ.પો.કોન્સ. હરિસિંહ તથા આ.પો.કોન્સ. નૈપાલસિંહ તથા આ.પો.કોન્સ. સરદારજી વિગેરે સ્ટાફના માણસો સાથે મળેલી બાતમી હકિકત આધારે ડુવા ગામે વોચમાં હતા.

ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ

દરમ્યાન બોલેરો ગાડી નંબર GJ-06-Z-1157 ની આવતા ગાડીને ચેક કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-19 તથા છૂટક બોટલો મળી કુલ કાચની બોટલો નંગ 630 જેની કુલ કિમત રૂ.59,370 નો મુદ્દામાલ તથા ગાડી કિ. 3,00,000- એમ કુલ રૂ.3,59,379 ના મુદ્દામાલની હેરાફેરી કરતા ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે. અને થરાદ પોલીસ દ્વારા દારૂની હેરાફેરીનો ગણનાપાત્ર કેસ શોધી સફળ કામગીરી કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...