તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધનીયાવાડા નજીક બોલેરોની ટક્કર વાગતાં બાઇકચાલકનું મોત નીપજ્યું

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના જેતાવાડાથી આધેડ પાંથાવાડા આવી રહ્યો હતો

રાજસ્થાનના જેતાવાડાથી આધેડ બાઇક લઇ શનિવારે પોતાની સાસરી પાંથાવાડા આવી રહ્યો હતો. ત્યારે ધનિયાવાડા રોડ પર સામેથી આવતી બોલેરોના ચાલકે બાઇકને ટક્કર મારતા આધેડ હવામાં ફંગોળાયો હતો અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

રાજસ્થાનના શિરોહી જિલ્લાના રેવદર તાલુકાના વરમાણના હિરારામ છગનલાલ સુથાર (ઉં.વ.આ.52) શનિવારના મોડી સાંજે જેતાવાડાથી પોતાની સાસરી પાંથાવાડામાં પોતાના મોટર સાઈકલ નંબર આરજે-24-એસએચ-4519 લઇ આવી રહ્યા હતા. ત્યારે પાંથાવાડા-ધનિયાવાડા રોડ પર સામેથી પૂરપાટ ઝડપથી આવતી બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારતા બાઈક ફંગોળાઈ ઝાડીમાં જતાં હિરારામ સુથાર ગંભીર ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે તેમને સારવાર માટે 108 મારફતે પાંથાવાડા સીએચસીમાં લાવવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત નાજુક હોવાથી પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પાંથાવાડા સીએચસીમાં લાવી પોસ્ટમોર્ટમ કરાયું હતું. જ્યારે બોલેરો ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. આ અંગે પાંથાવાડા પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...