તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુરના કુંભલમેર નજીક શુક્રવારે એક બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારી પોતાનું બાઇક પોલીસના વાહનને અથડાવ્યું હતું. આ અકસ્માતમાં ત્રણ વ્યકિતઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના ચમનભાઇ મગનભાઇ પ્રજાપતિ શુક્રવારે કુંભાસણ ચોકડીથી કુંભલમેર ચોકડી તરફ જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી ડબલ સવારી બાઇક ઉપર આવેલા અજાણ્યા ચાલકે તેમને ટક્કર મારી હતી.
અને બાઇક સામેથી આવતા સીઆઇડી ક્રાઇમના વાહન નંબર જીજે-18-જી-5854ને અથડાવ્યું હતું. આ અકસ્માતમાં ચમનભાઇ પ્રજાપતિ તેમજ અજાણ્યા બાઇક ચાલક અને પાછળ બેઠેલાને ઇજાઓ થતાં 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.