તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આઇસરની ટક્કરે મડાણા (ડાં)ગામના બાઇકચાલકનું મોત

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીસાના આસેડા નજીક અકસ્માત સર્જાયો

ડીસા તાલુકાના આસેડા નજીક ગુરૂવારે સાંજે બાઇક અને આઇસર ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાલનપુર તાલુકાના મડાણા (ડાં) ગામના યુવકનું મોત નિપજ્યું હતુ. અા અંગે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના મડાણા (ડાં) ગામના વિક્રમજી દશરથજી ઠાકોર (ઉ.વ. 18) ગુરૂવારે બાઇક નં. જીજે. 08. એલ. 9125 લઇને તેની ફોઇને ત્યાં પાટણ તાલુકાના અજુજા ગામે જવા નીકળ્યો હતો. જે ડીસા તાલુકાના આસેડા નજીકથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આઇસર ટ્રક નં. જીજે. 24.વી. 3852ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિક્રમને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતુુ. આ અંગે મડાણા (ડાં)ના દશરથજી સ્વરૂપજી ઠાકોરે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઇશર ટ્રકના ચાલક સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો