રીંછની લટાર:વડગામના મુક્તેશ્વર ખાતે ચામુંડા માતાજીના મંદિર પાસે રીંછ દેખાયું

પાલનપુર24 દિવસ પહેલા
  • મંદિરમાં લગાવેલા સીસીટીવીમાં રીંછ ફરતું જોવા મળ્યું

વડગામ તાલુકાના મુક્તેશ્વર નજીક રીંછ દેખાયું હતું. ચામુંડા માતાજી મંદિર નજીક રાત્રિ દરમિયાન લટાર મારતાં રીંછ સીસીટીવી કેમેરામાં કેદ થયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે તે, મુકેશ્વર ડેમ નજીક જંગલ વિસ્તાર હોવાથી રીંછ આવતા હોય છે.

બનાસકાંઠાના અરવલ્લી પહાડોમાં જેસોર કેદારનાથ મુક્તેશ્વર સહિતનાં અનેક વિસ્તારોમાં રીંછ વસવાટ કરી રહ્યા છે. ત્યારે ક્યારેક ખોરાકની શોધમાં તો ક્યારેક પાણીની શોધમાં રીંછ પહાડોની બહાર આવી જતાં હોય છે. ત્યારે ગત રાત્રિએ મુક્તેશ્વર નજીક ચામુંડા મંદિર પાસે રાત્રી દરમિયાન એક રીંછ ફરતું જોવા મળ્યું હતું. જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...