તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આબુવાસીઓમાં ચિંતા:આબુમાં રીંછનો બાળક પર હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળક પર રીંછે હુમલો કરતાં સારવાર અર્થે ખસેડાયો હતો. - Divya Bhaskar
બાળક પર રીંછે હુમલો કરતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
  • બાળકના મોઢાંના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
  • અવારનવાર રહેણાંક વિસ્તારમાં રીંછ હોટેલનો એંઠવાડ ખાવા આવી જાય છે

હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં શુક્રવારે બાર વર્ષના બાળક પર રીંછે હુમલો કરી દીધો હતો. શુક્રવાર રાત્રીના સમયે એરફોર્સ સ્ટેશન માર્ગ પરથી પસાર થતા રીંછના અચાનક હુમલાથી બાળકને ગંભીર ઇજાઓ થઈ હતી. હુમલો કર્યા બાદ રીંછ જંગલમાં જતું રહ્યું હતું. જોકે મોઢાના ભાગે ઇજાઓ થતા ગંભીર હાલતમાં બાળકને માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વન વિભાગના કર્મચારી પણ પહોચ્યા હતા.

માઉન્ટ આબુમાં આવેલી હોટેલો દ્વારા એંઠવાડ ખુલ્લામાં ફેંકવામાં આવે છે જેને આરોગવા માટે રાત્રિના સમયે રીંછ અવારનવાર રહેણાક વિસ્તારમાં ફરતા જોવા મળતા હોય છે ત્યારે બાળક પર હુમલાની આવી ઘટનાથી આબુવાસીઓમાં ચિંતા વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...