પાલનપુરનો છ વર્ષનો બાળક રમવાની ઉંમરમાં હિન્દુ સંસ્કૃતિના પાઠ ભણવામાં લાગે છે જ્યારે બાળક ચાર વર્ષનો હતો ત્યારે રામાયણ-મહાભારતના મોટાભાગનું જ્ઞાન ધરાવતો હતો.જ્યાં હાલમાં શિવ તાંડવ વિષ્ણુ ભગવાન, સરસ્વતી તેમજ ગણેશજીના શ્લોક લોકો મોઢે બોલી શકે છે.
પાલનપુર રામનિવાસ ખાતે રહેતા સલોનીબેન વિપુલભાઈ ઠાકરનો પુત્ર માધ્વન કે જે હાલમાં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ધો.1માં અભ્યાસ કરે છે માધ્વન વધુ ધાર્મિક ગ્રંથો સહિત સાહિત્યમાં રસ ધરાવે છે માધ્વન બાળપણથી જ સાહિત્યની ચર્ચામાં જ રસપ્રદ રહેતો.જ્યાં પોતાના માતાપિતા નો મોબાઇલ લઇ આજના બાળકોની જેમ મોબાઈલ ગેમ્સ નહીં પરંતુ અલગ-અલગ સાહિત્યના વીડિયો જુએ છે જ્યારે માધ્વન ચાર વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના રામાયણ-મહાભારતની મોટાભાગની ગાથા પોતાના મુખેથી વર્ણવે છે.
જ્યારે મહાભારતના શ્લોકો અભિનય સાથે રજુ કરતા તેની પાસે બેસીએ નાના બાળક પાસે નહીં પરંતુ કોઈ ઉંમરલાયક વિદ્વાન પાસે બેઠા હોય તેવુ મહેસુસ થાય છે.જે હાલમાં માધવન છ વર્ષની ઉંમરે શિવ તાંડવ હનુમાન ચાલીસા, નરસિંહ મહેતાની હૂંડી, વિષ્ણુ ભગવાન, સરસ્વતી માં, ગણેશજીના શ્લોક પુસ્તક વિના મોઢે બોલી શકે છે.
બાળકની માતા ગર્ભવતી સમયે રામાયણ-મહાભારત વાંચતી
માધ્વનની માતા સલોનીબેન ઠાકરે જણાવ્યું હતું કે"જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે ધરડાઓની કહેવત મુજબ મારા શિશુમાં સાંસ્કૃતિક સંસ્કાર આવે તે માટે રામાયણ અને મહાભારત સહિત અનેક સાહિત્યનું વાંચન કર્યું હતું.માધ્વન સાતમા માસથી બોલતો થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.