તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:માનસરોવર ફાટક પર 370 ટન વજનના સ્ટીલબ્રિજ ખેંચવાની કામગીરી પડતી મુકાઈ

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રેલ સેવા બંધ ન કરતા બ્રિજ આગળ ધકેલવાની કામગીરી ન થઈ હતી. - Divya Bhaskar
રેલ સેવા બંધ ન કરતા બ્રિજ આગળ ધકેલવાની કામગીરી ન થઈ હતી.
 • 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી ટ્રેન બંધ રાખવાની મંજૂરી ન મળતા 25 ટેલનીકલ એક્સપર્ટ ટીમને પરત મોકલી

પાલનપુરમાં 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી ટ્રેન બંધ રાખવાની મંજૂરી ન મળતા 370 ટન વજનના સ્ટીલબ્રિજને હેવી મોટરથી ખેંચવાની કામગીરી પડતી મૂકી સ્ટાફ રવાના થઈ ગયો હતો. બ્રિજ ખેંચવા માટે 25 જણની ટેકનીકલ એક્સપર્ટ ટીમ અમદાવાદ ખાસ આવી હતી જે પરત જતી રહી હતી. થોડા દિવસ પહેલા માનસરોવર રેલવે ઓવરબ્રિજ માટે ટીમ આવી હતી અને પરત ફરી હતી ત્યારબાદ ફરી શનિવારે સ્ટીલના બ્રિજને ખસેડવા માટે અમદાવાદથી ટેકનીકલ સપોર્ટ ટીમના મેમ્બર રેલ્વેની મંજૂરીના અભાવે પરત ફર્યા હતા.

માનસરોવર રેલવે ફાટક પર શનિવારે સ્ટીલના બ્રિજને ખસેડવાની કામગીરી કરવામાં આવનાર હતી તેને લઇ તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી ચારેબાજુ બેરિકેટ કરવામાં આવ્યું હતું. સ્ટીલની ગડરને હેવી મોટરથી કનેક્ટ કરવામાં આવી હતી. તમામ સ્ટાફ ખડેપગે હતો તે વખતે જ અઢી વાગ્યા સુધી મંજૂરી ન આવતા તમામ સ્ટાફ કામગીરી અધૂરી છોડીને પરત ફર્યો હતો.

માનસરોવર રેલવે ઓવરબ્રિજનું કામ તાત્કાલિક પૂરું થાય તેને લઈ સ્થાનિક નેતાગીરી દ્વારા યોગ્ય રજૂઆતો કરવામાં ન આવતા કેન્દ્રના રેલવે વિભાગ સુધી માનસરોવર બ્રિજનું કામ તાત્કાલિક પૂરું કરવું કેટલું જરૂરી છે તેવી રજુઆત પહુચાડવામાં આવી નથી. જેને લઈ માનસરોવર ઓવરબ્રિજ માટે ઢીલાશ વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો