તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વાવ પાસે આવેલ માવસરીમાં કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં આજુબાજુના ખેતરો જળબંબાકાર

બનાસકાંઠા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુણવત્તાવાળા બાંધકામના કારણે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી જાય
 • કેનાલમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે આજે પણ વાવ પાસે આવેલ માવસરી માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા.

બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ કેનાલોનું હલકી ગુણવત્તાવાળી બાંધકામ હોવાના કારણે જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી જાય છે. આજે વાવ ના માવસરી પાસે આવેલ માઈનોર કેનાલમાં પણ વહેલી સવારે પાણી છોડતાં સાથે 10 ફૂટનું ગાબડું પડ્યું હતું.

કેનાલમાં ગાબડુ પડતાં ખેતરો જળબંબાકાર
કેનાલમાં ગાબડુ પડતાં ખેતરો જળબંબાકાર

ગાબડું પડતાં જ કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા એક તરફ ઉનાળાની શરૂઆત સાથે જ આ વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી વર્તાય છે ત્યારે બીજી તરફ આજે કેનાલમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વારંવાર જે રીતે કેનાલમાં ગાબડા પડી ગયા છે તેના કારણે ખેડૂતો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છે જોકે સરકારે હજુ સુધી કેનાલોમાં પડતા ગાબડા અંગે નથી તો કોઈ તપાસ થઈ કે નથી કોઈ કાર્યવાહી. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં કેનાલો તૂટવા મામલે સરકાર સામે રોષ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો