તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ડીસા તાલુકા હેલ્થ અધિકારી સહિત 98 આરોગ્ય કર્મચારી 25 સગર્ભા,13 આશાબહેનો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મને કોરોના નહીં થાય એવા ભ્રમમાં રહી માસ્ક નહીં પહેરતાં લોકો આ હેડલાઇન વાંચે
 • 4 તાલુકાની પ્રાંરભિક સર્વેની વિગતોમાં સૌથી વધુ સંક્રમણ ડીસા,પાલનપુરમાં
 • હજુ 10 તાલુકાનું સર્વે બાકી છે જેમના ડેટા મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી
 • વેકસીન માટે જિલ્લામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ

વૈશ્વિક મહામારી કોરોનાથી 9 મહિનામાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ સંક્રમિત થયો છે. પ્રારંભિક સર્વેમાં સામે આવેલી વિગતો મુજબ અમીરગઢ,ડીસા,દિયોદર અને પાલનપુરના 98 આરોગ્ય કર્મી, 25 સગર્ભા અને 13 આશા બહેનો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે જો કે, હજુ 10 તાલુકાનું સર્વે બાકી છે જેમના ડેટા મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં આરોગ્યકર્મીઓ સગર્ભા મહિલાઓ અને આશા બહેનો પૈકી કેટલા કોરોના સંક્રમિત થયા હતા જેનો સર્વે કરવામાં આવ્યો હતો.

જિલ્લા આરોગ્ય વિભાગને મળેલી વિગતો મુજબ સૌથી વધુ સંક્રમણ ડીસા અને પાલનપુરમાં જોવા મળ્યું છે. જેમાં આરોગ્યનો સ્ટાફ પણ બાકાત નથી. ડીસામાં આરોગ્યના 47 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ડીસામાં 8 સગર્ભા મહિલા અને 3 આશા બહેનો પણ સંક્રમિત થઈ હતી. જ્યારે પાલનપુરમાં સ્થાનિક કક્ષાના આરોગ્યથી લઈ જિલ્લા કક્ષાના આરોગ્ય કર્મી સુધી 25 જણા સંકર્મીત થયા હતા.

જ્યારે 10 સગર્ભા મહિલા અને 7 આશા બહેનો કોરોનામા સપડાઈ હતી. જ્યારે દિયોદરમાં 15 આરોગ્ય કર્મી 7 સગર્ભા બહેનો જ્યારે 3 આશા બહેનો સંક્રમિત થઈ હતી. જ્યારે અમીરગઢ તાલુકામાં 11 આરોગ્ય કર્મીઓ જ સંક્રમિત થયા હતા. હજુ દાંતા ધાનેરા દાંતીવાડા ભાભર થરાદ વાવ સુઇગામ લાખણી વડગામ અને કાંકરેજ તાલુકાની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

હોદ્દો પાવર કે પૈસા કોઇનો સગો નહીં કોરોના, માસ્ક ન પહેરી કોરોના ફેલાવતાં દુશ્મનો

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી બાદ એકાએક કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરી ઘર બહાર નીકળવા તાકીદ કરાઈ રહી છે. બીજી તરફ લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેવી રીતે બજારોમાં સોશિયલ ડિસ્ટન્સને ભૂલીને બજારોમાં ઉમટી પડ્યા છે. પાલનપુર સિમલાગેટ વિસ્તારમાં શુક્રવારે ભારે ભીડ ઉમટી જતાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. જોકે સિમલાગેટ વિસ્તારમાં જ બે પોલીસ મથકો આવેલા હોવા છતાં લોકોમાં કોઈ જ ભય જોવા મળ્યો નહોતો.

સર્કલ કરેલા લોકો કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે.
સર્કલ કરેલા લોકો કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે.

જિ.પં.ના એકપણ આરોગ્ય કર્મીનું મોત નથી થયું
થોડા સમય અગાઉ કોરોના સંક્રમિત થનાર ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ જીગ્નેશ હરીયાણીએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એક પણ કર્મચારીનું કોરોનાથી મોત થયું નથી. જે સ્ટાફ સંક્રમિત હતો તે સાજા થઈને ફરી નોકરી પર લાગી ગયા છે.હું પણ કોરોનામાં સંક્રમિત હતો. થોડા દિવસના આરામ બાદ ફરી ડ્યૂટી જોઈન કરી છે. "

બમણા ઉત્સાહ સાથે કામ શરૂ કર્યું છે
જિલ્લાભરમાં કોરોના સેમ્પલ અંગેની કાર્યવાહી સંભાળતા કોવિડ પોઝિટિવ મેડિકલ ઓફિસર ભારમલભાઈ પટેલે જણાવ્યું હતું કે મને કોરોના થયા બાદ હું આરામ પર હતો. દરમિયાન તાવ વધી જતા હોસ્પિટલમાં સારવાર માટે જવું પડ્યું હતું. હવે ફરી એજ ઉત્સાહ સાથે કામ શરૂ કર્યું છે.

1500 આરોગ્યકર્મીઓના અને 50 વર્ષથી વધુ ઉંમરના 3 હજાર નાગરિકોના ડેટા એકત્રિત કરાયા
વેકસીન માટે જિલ્લામાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અગાઉ જિલ્લા કલેકટર આનંદ પટેલે આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે આ અંગેની બેઠક કરી રાજ્યકક્ષાએથી મળેલી સૂચના અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેથી ફ્રન્ટલાઈન વોરિયર કહેવાતા 1500 આરોગ્ય કર્મીઓના અને 50 વર્ષથી વધુ ઉંમરના 3000 નાગરીકોના ડેટા એકત્રિત કરીને રાજયકક્ષાએ મોકલવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો