તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 9 કેસ, 10 તાલુકામાં એકપણ કેસ નહીં

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં કોરોનાની બીજી વેવમાં પ્રતિદિન અઢીસોથી ત્રણસો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા જોકે અત્યારે કોરોના પોઝિટિવ દેશોમાં સદંતરે ઘટાડો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની બીજી વેવમાં કોરોના સંક્રમણ માં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેને લઇ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા. જેથી કરી કોરોના સંક્રમણ ની ચેઈન તોડી શકાય. જોકે હાલમાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં 14 તાલુકાઓ માંથી માત્ર ચાર તાલુકાઓમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં થરાદમાં 03 પાલનપુરમાં 02 દાંતીવાડામાં 01 ડીસામાં 03 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...