તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી:પાલનપુર માર્કેટયાર્ડની 16 બેઠકો માટે 87 ઉમેદવારી પત્રો ભરાયા

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગમાં 10, વેપારી વિભાગમાં 4 અને સહકારી વેચાણ મંડળી વિભાગના 2 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાશે

પાલનપુર માર્કેટયાર્ડના નિયામક મંડળની ચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યાં ખેડૂત વિભાગની 10 બેઠકો, વેપારી વિભાગની 4 અને વેચાણ મંડળી વિભાગની 2 મળી કુલ 16 બેઠકો માટે 87 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા.

પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયામક મંડળની ચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 45 ઉમેદવારીપત્રો, વેપારી વિભાગની ચાર બેઠકો માટે 32 ઉમેદવારીપત્રો જ્યારે ખરીદ વેચાણ મંડળીની 2 બેઠકો માટે 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

હવે આજે 7 સપ્ટેબરના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 10 સપ્ટેબરના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે અને તા.18 સપ્ટેબરના રોજ મતદાન અને તા.19 સપ્ટેબરના મતગણતરી પૂર્ણ થયે પરિણામ જાહેર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટયાર્ડની સત્તા હાંસલ કરવા માટે વર્તમાન ચેરમેન ફતાભાઇ ધરીયા અને પૂર્વ ચેરમેન સોમાભાઇ પટેલની પેનલ સામસામે હોઇ ગરમાવો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...