જર્જરિત હાલત:87 ગ્રા.પં.કચેરીઓ 25 વર્ષથી બિસમાર હાલતમાં

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાંકરેજના ચાંગા ગામ પંચાયત કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે. - Divya Bhaskar
કાંકરેજના ચાંગા ગામ પંચાયત કેટલાય સમયથી જર્જરિત હાલતમાં છે.
  • પાલનપુરમાં 21,કાંકરેજમાં 22,વડગામમાં 8,લાખણી,દાંતા,ડીસા,ધાનેરા,થરાદમાં 7-7 દાંતીવાડા,વાવ,ભાભર અને દિયોદરમાં 1-1 ગ્રા.પં.નો સમાવેશ

બનાસકાંઠા જિલ્લામાં ગામની સરકાર ચૂંટવા માટે હાલમાં પંચાયતની ચૂંટણી ચાલી રહી છે તેવામાં જિલ્લામાં 87 ગ્રામ પંચાયતો એવી છે જે છેલ્લા 25 વરસ જૂની અને બિસમાર હાલતમાં છે. જેમાં પાલનપુરમાં 21 કાંકરેજમાં 22, વડગામમાં 8 લાખણી દાંતા ડીસા ધાનેરા થરાદ 7-7 દાંતીવાડા વાવ ભાભર અને દિયોદર 1-1 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

પાલનપુરના બાદરપુર(કા) ગામની પંચાયત ભાડાના મકાનમાં ચાલે છે.
પાલનપુરના બાદરપુર(કા) ગામની પંચાયત ભાડાના મકાનમાં ચાલે છે.

જે ગામમાં બેસીને ગામનો વહીવટ કરવામાં આવે છે તેવા 87 ગામો ખસ્તા હાલતમાં છે. આવા ગામોને નવી ગામ પંચાયત મળે તે માટેના પ્રયાસો પાછલા કેટલાય વર્ષોથી થઇ રહ્યા છે પરંતુ હજુ સફળતા મળી નથી. બનાસકાંઠા જિલ્લા પંચાયતના સૂત્રોનું માનીએ તો તાલુકા કક્ષાએથી માહિતી મેળવીને સમયાંતરે ગ્રામ પંચાયતનું સ્ટેટસ લેવામાં આવે છે અને કઈ પંચાયતને 25 વર્ષ પુરા થયા છે અને કઈ સ્થિતિમાં છે તેની યાદી દર વર્ષે એકઠી કરવામાં આવે છે.

સૌથી વધુ કાંકરેજ તાલુકામાં 22 ગ્રામ પંચાયત જર્જરિત છે જેમાં ચાંગા, સુદ્રોસણ, રવિયાણા, આણંદપુરા, ફતેગઢ, શિહોરી, માંડલા, પાદર, જમણાપાદર, રૂવેલ, વડા, આકોલી (મા)વાસ, કંબોઈ, ઝાલમોર, જાખેલ, આકોલી(ઠા)વાસ, ઇસરવા, રાજપુર, નેકોઈ, ભલગામ અને નેકારીયા ગામનો સમાવેશ થાય છે.પાલનપુર તાલુકાના 21 ગામો જર્જરિત છે જેમાં જસલેણી, હસનપુર, બાદરગઢ, ગોળા, બાદરપુરા(કા),સલેમપુરા, ખસા, વાસણી, નળાસર, ભાવિસણા, લુણવા, કુશ્કલ, સેદ્રાસણ, ભુતેડી, વાસણા, હોડા, ધાણધા, હેબતપુર, ખરોડિયા, ટાકરવાડા અને કોટડા (ભા)નો સમાવેશ થાય છે વડગામમાં

​​​​​​​ નાનીગીડાસણ, વેસા, કરસનપુરા , ઇકબાલગઢ , હડમતીયા, કોદરાલી, ટીંબાચુડી અને માહી, દાંતા તાલુકામાં પાન્છા, નાગેલ, મંડાલી અને કણબીયાવાસ. ડીસા તાલુકામાં ભાચરવા, જુનાનેસડા, રામવાસ, ઢુવા, રસાણાનાનાં, ધેઢાલ અને પમરૂ દાંતીવાડામાં ડાંગીયા ધાનેરામાં જાડી, દેઢા, શિયા આલવાડા આશિયા ગોલા અને મોટામેડા. થરાદ તાલુકામાં ભોરડુ, ચાંગડા, મોટીપાવડ, અરંટવા, મોટામેશરા અને કિઆલ, વાવ તાલુકાનું અસારાગામ, ભાભરનું ચાતરા, જ્યારે દિયોદરના વડાણા ગામનો સમાવેશ થાય છે. જ્યારે લાખણી તાલુકામાં નેકારીયા, ચિત્રોડા, શેરગઢ, આગથળા, કુડા, કુવાણા, મડાલ અને ચાળવા ગ્રામ પંચાયત જુની અને બિસમાર હાલતમાં છે.

અન્ય સમાચારો પણ છે...