તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેક્ષણ કસોટી:પહેલીવાર લેવાયેલી કસોટીમાં 86 ટકા શિક્ષકો ગેરહાજર

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર ત્રણમાં બેન્ચીસ પર પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યા હતા પરંતુ શિક્ષક દેખાયા ન હતા - Divya Bhaskar
પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર ત્રણમાં બેન્ચીસ પર પ્રશ્નપત્ર મૂકવામાં આવ્યા હતા પરંતુ શિક્ષક દેખાયા ન હતા
  • 15 હજારમાંથી 1749 શિક્ષકોએ પરીક્ષા આપી, 14 તાલુકાની 2382 પ્રા. શાળાના શિક્ષકો માટે 228 કલસ્ટર ખાતે તૈયારીઓ કરાઈ
  • પાલનપુરના મોટાભાગના કેન્દ્ર ખાલી ખમ જોવા મળ્યા હતા, શૈક્ષિક સંઘે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો જેની સીધી અસર જોવા મળી

શિક્ષણ સજ્જતા સર્વેક્ષણના બહિષ્કાર વચ્ચે જિલ્લામાં પરીક્ષા શરૂ થઈ હતી જોકે આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનારા શિક્ષકોને જ પોતાની સજ્જતાની પરીક્ષા આપવાનો ઇન્કાર કરી સમગ્ર પ્રક્રિયાથી દૂર રહ્યા હતા. પાલનપુર સહિત મોટાભાગના કેન્દ્ર ખાલી લખમ જોવા મળ્યા હતા. શૈક્ષીક સંઘે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો જેની સીધી અસર જોવા મળી હતી.જેમાં 86.81 ટકા શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. 15 હજારમાંથી માત્ર 1749 શિક્ષકોએ પરીક્ષા આપી હતી.

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું 228 કલસ્ટર કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું જોકે 15 હજાર શિક્ષકો પૈકી માત્ર 1749 શિક્ષકોએ ભાગ લીધો હતો આમ જિલ્લામાં ફિયાસ્કાની સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં આવેલ 14 તાલુકાની 2382 પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં 228 કલસ્ટર ખાતે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં ભાગ લેવા તૈયારીઓ ગોઠવાઈ હતી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં સર્વેક્ષણ સહાયક તરીકે માધ્યમિક શાળાના અંદાજિત 900 ઉપરાંત શિક્ષકો ફરજ બજાવવા હુકમો કરાયા હતા. જોકે સજજતા સર્વેક્ષણ ફ્લોપ-શો સાબિત થયો હતો.

પાલનપુરના મોટાભાગના કેન્દ્ર ખાલી ખમ જોવા મળ્યા હતા. શૈક્ષીક સંઘે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો જેની સીધી અસર જોવા મળી હતી. શિક્ષકોની આ પરીક્ષામાં વર્ણનાત્મકમાં 400 શબ્દોમાં પ્રતિભાવ આપવાના હતા. ધો.1 થી 5ના શિક્ષકો માટે, ધો.6 થી 8ના ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે, ધો.6 થી 8ના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે, એચટાટ આચાર્ય માટે તેમજ સીઆરસી અને બીઆરસી માટે એમ પાંચ પ્રકારના ઉપકરણ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી શિક્ષકો સર્વેક્ષણ અંગેનું પ્રવેશપત્ર મેળવી સર્વેક્ષણમાં ભાગ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ક્લસ્ટર કક્ષાએ એરિયાની શાળાના શિક્ષકોનો 2 થી 4 દરમિયાન સજ્જતા સર્વેક્ષણ યોજાયુ હતું. જે એમસીક્યુ પ્રકારે હતું.

જિલ્લામાં હાજર- ગેરહાજર શિક્ષકો

તાલુકોહાજર ગેરહાજરગેરહાજર
અમીરગઢ45697
ભાભર25619
દાંતા611297

દાંતીવાડા

27618
ડીસા6351570
દિયોદર509400
ધાનેરા301000
કાંકરેજ1481282
પાલનપુર501363
થરાદ141582
વડગામ86893
વાવ0771
લાખણી104840
સૂઇગામ25322
કુલ175913241

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...