તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ગાયના પેટમાંથી 86 કિલો પ્લાસ્ટિક નીકળ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેટોડાની ગૌશાળામાં ઓપરેશન કરી પેટમાંથી ખિલ્લા,સ્ક્રુ,વાયર, કેરીના ગોટલા નીકળ્યા

ગૌચર ન હોવાથી પ્લાસ્ટિક આરોગતી ગાયોના પેટમાંથી અવારનવાર કચરો કાઢવામાં આવે છે આવખતે ચોંકી જવાય એટલો 86 કિલો પ્લાસ્ટિકનો જથ્થો કાઢી તેને પીડા મુક્ત બનાવી જીવ બચાવી લેવાયો છે. ડિસ ધાનેરા હાઇવે પરની ટેટોડાની ગૌશાળામાં ઓપરેશન કરી ગાયના પેટમાંથી પ્લાસ્ટિક ઉપરાંત લોખંડના ખિલ્લા,સ્ક્રુ,વાયર, કેરીના ગોટલા સહિતનો કચરો પણ નીકળવામાં આવ્યો છે. અહીંની શ્રી રાજારામ ગૌસેવા આશ્રમ, ધન્વન્તરી હોસ્પિટલમાં 24 ઓગસ્ટે પાલનપુરથી એમ્બ્યુલન્સમાં ખાવા પીવાનું બંધ કરી દીધેલી ગાયને લાવી બુધવારે રૂમીનોટોમીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

4 કલાક ચાલેલા આ ઓપરેશનમાં ગાયના પેટમાંથી 86. 100 કિલોગ્રામ પ્લાસ્ટિક કાઢી સફળ સર્જરી કરી હતી. ડૉ. ગણપતલાલ ચૌધરી, અશોકભાઈ માળી (રાહ) દિનેશભાઈ ચૌધરી (કુંમર) શાંતિભાઈ માળી (ભુરીયા) થોનારામ દેવાસી (શિરોહી) અને યુવરાજસિંહ વાઘેલા (માણસા) આ ઓપરેશન દરમિયાન જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...