તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો બેફિકર કોરોના કયાંથી અટકે:જિલ્લામાં આઠ દિવસમાં કોરોનાના 80 કેસ

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે પાલનપુરમાં નવા આઠ કેસ બધા કેસ પાલનપુર શહેરમાં ,25 માર્ચે 24 કેસ નોંધાયા હતા
 • ઉત્તર ગુજરાતમાં રવિવારે 74 કેસ નોંધાયા,મહેસાણા 24,પાટણ 23 સાબરકાંઠા 11 અને અરવલ્લી જિલ્લામાં 9 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં વહિવટીતંત્રના પ્રયાસો છતાં લોકો બેફિકર બનતાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જ્યાં છેલ્લા આઠ દિવસમાં જ 10 ટકાના દરે 80 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂકયા છે. જ્યાં રવિવારે પાલનપુરમાં નવા આઠ કેસ નોંધાયા હતા. જો આવી જ સ્થિતિ રહી તો સ્થિતિ બે કાબુ બની જશે. જેની સામે લોકો સ્વયંભૂ શિસ્ત રાખી કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરે તેવી માંગ ઉઠવા પામી છે.

ડિસેમ્બર માસમાં કોરોના હળવો પડ્યો હતો. જેની સાથે લોકોના મનમાંથી જાણે ડર જતો રહ્યો હોય તેમ બે ફિકર બન્યા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચૂંટણી પ્રક્રિયાને લઇ કોરોનાના નહિવત કેસ નોંધાતા જાણે કોરોના જતો રહ્યો હોય તેમ લોકો સમજી બેઠા હતા. જોકે, માર્ચ માસમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવતાંની સાથે જ કોરોનાના નવા કેસો બહાર આવી રહ્યા છે. સપ્તામાં જ 10 ટકાના દરે કોરોનાના કેસો વધ્યા છેે. કુલ આંક 80એ પહોચ્યો છે. જિલ્લામાં રવિવારે કુલ આઠ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે તમામ પાલનપુરના છે.

કોરોના આ રીતે તો વધુ વકરશે ,બજારમાં ભીડ, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
હોળીનો તહેવાર રાજસ્થાન પટ્ટીને અડીને આવેલ વનવાસીઓ માટે વણલખ્યો આનઁદનો ઉત્સવ ગણાય છે. ઉત્સવપ્રિય પ્રજામાં હોળીના તહેવારનું વિશેષ મહત્વને લઈ હોળી પૂર્વે જ આઠ દિવસ અગાઉ અને હોળી પછીના પાંચ દિવસ સુધી વનવાસીઓ જાણે ઉત્સવ મગ્ન થઈ જાય છે. બદલાતા પ્રવાહમાં મોંઘવારી અને કોરોનાની મહામારી વચ્ચે પણ આજે વનવાસીઓના ઉત્સવ અને ઉમંગમાં ક્યાંય ઓટ જોવા મળતી નથી. રવિવારે હોળીના તહેવારને લઈ દાંતા અને અંબાજીના બજારો હકડેઠઠ ઉભરાયા હતા.

કોરોનાની ચિંતા ત્યજી નો માસ્ક-નો ડિસ્ટન્સ સાથે બજારોમાં હૈયે હૈયું ચમ્પાય તેવી ભીડ જોવા મળી હતી. પેઢી દર પેઢીથી પાણીનું બહુમૂલ્ય સમજતી વનવાસી પ્રજા આજે પણ હોળીની રાખ ત્યજી સૂકા રંગોની ભરપૂર ખરીદી કરી હતી તે બાબત પણ એક પ્રેરણાદાયી જોવા મળી રહી છે.પાલનપુર સહિત જિલ્લાના તાલુકા સેન્ટરોએ લોકો હજુ પણ કોરોના પ્રત્યે ગંભીર નથી. જ્યાં બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. મોટાભાગના લોકોના મોંઢા ઉપર માસ્ક હોતા નથી. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. જો આવી જ સ્થિતિ રહી તો સ્થિતિ બે કાબુ બની જશે. જેની સામે લોકો સ્વયંભૂ શિસ્ત રાખી કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરે તેવી સમયની માંગ ઉઠવા પામી છે.

ફાગણી પૂનમે અંબાજી મંદિર દર્શનાર્થીઓથી ઊભરાયું
યાત્રાધામ અંબાજીમાં દેશવિદેશથી યાત્રાળુઓ માઁ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જો કે, છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમણને લઇ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. પૂનમ સિવાયના આડા દિવસે યાત્રાળુઓની સંખ્યા નહીવત હોય છે. દરમિયાન ફાગણી પૂનમે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઁ અંબાના દર્શન માટે મંદિર ખૂલ્લું રાખવામાં આવ્યું હોઇ રવિવારે હોળીના તહેવાર સાથે રજાઓના સમન્વયને લઈ અંબાજીધામ દર્શનાર્થીઓથી ઉભરાયું હતું. નિત્ય પૂનમીયા દર્શનાર્થીઓ સહીત આવેલા યાત્રિકોની વહેલી સવારથી જ નોંધપાત્ર ભીડ અંબાજી મંદિરમાં જોવા મળી હતી.

રવિવારે નોંધાયેલા દર્દી

મહિલા (ઉં.વ.55), પાલનપુર

પુરુષ (ઉં.વ.36), પાલનપુર

પુરુષ (ઉં.વ.30), પાલનપુર

પુરુષ (ઉં.વ.24), પાલનપુર

પુરુષ (ઉં.વ.53), પાલનપુર

મહિલા (ઉં.વ.42), પાલનપુર

પુરુષ (ઉં.વ.65), પાલનપુર

મહિલા (ઉં.વ.20), પાલનપુર

એક સપ્તાહના કેસ

21 માર્ચ11
22 માર્ચ0
23 માર્ચ6
24 માર્ચ9
25 માર્ચ24
26 માર્ચ12
27 માર્ચ11
28 માર્ચ7

શહેરોમાં નોંધાયેલા કેસ

પાલનપુર43
ડીસા10
વડગામ05
વાવ3
દિયોદર7
ધાનેરા06
દાંતીવાડા2
થરાદ2
દાંતા2
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો