કાર્યવાહી:પાલનપુરની ફિમેલ હોસ્પિટલ સહિત,ડીસા ધાનેરામાં મળી 8 સોનોગ્રાફી મશીન સીલ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લા અધિક આરોગ્ય અધિકારીની ટીમે બે માસ અગાઉ તપાસ હાથ ધરી હતી
  • ધાનેરામાં ડૉ. સુરેશપટેલ,ડૉ.લખાભાઈ, ડૉ.ભરતભાઇ અને ડૉ.મુકેશ મંગલ,ડીસામાં ડૉ. તુષાર પટેલ, ડૉ.બિમલ બારોટ, ડૉ.ચેતન આચાર્યની હોસ્પિટલમાં કાર્યવાહી કરાઈ

1લી નવેમ્બર સોમવારે સોનોગ્રાફી મશીન સીલ કરી નિયત સમય મર્યાદા માટે રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરાયા હતા.

બનાસકાંઠા જિલ્લા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. વી. પટેલે 4/9/2021ના દિવસે ટીમ સાથે ડીસા અને ધાનેરાની ખાનગી હોસ્પિટલોની રૂબરૂ તપાસ કરતા ક્ષતિઓ મળી આવી હતી. જે બાદ પ્રથમ તમામને કારણદર્શક નોટિસ અપાઈ હતી જે બાદ યોગ્ય ખુલાસો ન કરતા સોનોગ્રાફી મશીનો સીલ કરાયા હતા.

જેમાં પાલનપુરની ફીમેલ હોસ્પિટલમાં, ડીસામાં ગાયત્રી મંદિર સામે આવેલી ડો. તુષાર એમ પટેલની હરીવારડ સર્જીકલ હોસ્પિટલ, ડો. બિમલ જે. બારોટની ઓમ ઓર્થોપેડિક એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ દિવ્યા કોમ્પલેક્ષમાં આવેલી ડો. ચિંતન આર આચાર્યની આચાર્ય હોસ્પિટલમાં ધાનેરામાં સુરેશ પટેલની કૈલાશ હોસ્પિટલમાં, ડો. લાખાભાઇ પ્રજાપતિ, ડો. ભરતભાઇ પ્રજાપતિ અને ડો. મુકેશ મંગલની હોસ્પિટલમાં તેમજ પાલનપુરની ફિમેલ હોસ્પિટલમાંઓફિસ ઓફ ધી એપ્રોપ્રીએટ ઓથોરિટી ફોર ધી પીએનડીટી એકટનો ભંગ થયેલો જણાયો હતો.

અન્ય સમાચારો પણ છે...