ધરપકડ:કાણોદરમાં દિવસનું 1000 ભાડું ચૂકવી જુગાર રમતા 8 ઝડપાયા

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જુગાર રમવા રૂ.15090નો મુદ્દામાલ કબ્જે,ભાડેથી જગ્યા આપનાર શખ્સ સામે પણ ગૂનો નોંધાયો

પાલનપુર તાલુકાના કાણોદર ગામે પોલીસે ગુુરૂવારે રાત્રે ઓચિંતો છાપો મારી જુગાર રમતા 8 શખ્સોને રૂ.15090ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.આ શખ્સો જુગાર રમવાના સ્થળનું દિવસનું રૂ.1000 ભાડું લેનારા શખ્સ સામે પણ ગૂનો નોંધવામાં આવ્યો હતો.પાલનપુર તાલુકાના કાણોદર ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પીએસઆઇ બી. આર. પટેલે ગુરૂવારે રાત્રે ઓચિંતો છાપો માર્યો હતો.

મુકેશભાઇ રામચંદજી ઠાકોરના રહેણાંક ઘરની પાછળ આવેલા ખુલ્લા અાંગણામાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતાં 8 શખ્સોને રૂ.15090 રોકડા સહિત જુગાર રમવાનું સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. તેમજ જગ્યા માટે રૂ.1000 ભાડુ વસુલનારા મુકેશભાઇ રામચંદભાઇ ઠાકોર સહિત તમામ સામે પાલનપુર તાલુકા પોલીસે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારી
1.કેતનભાઇ ધનજીભાઇ ઠાકોર
2.ગૌતમભાઇ ચેલાભાઇ ચાવડા
3.હર્ષદકુમાર ડાયાભાઇ ભાટીયા
4.અલીમહંમદ જલુભાઇ મીર
5.પ્રવીણજી ચમનજી ઠાકોર
6.આશીષભાઇ દેવરાજભાઇ ચાવડા
7.રાજનભાઇ ભીખાભાઇ ચાવડા
8.રોહિતકુમાર ગણેશભાઇ ચાવડા

અન્ય સમાચારો પણ છે...