ઉજવણી:પાલનપુરના જગાણા ખાતે મંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો 72મો વન મહોત્સવ યોજાયો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો બનાવીએ: વાસણભાઇ આહીર

પાલનપુર તાલુકાના જગાણા સરકારી એન્જીનિયરીંગ કોલેજની હોસ્ટેલ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો 72મો વન મહોત્સવ યોજાયો હતો.

વાસણભાઇ આહીરે પ્રાસંગીક પ્રવચનમાં વૃક્ષોનું મહત્વન સમજાવતાં જણાવ્યુ હતુ કે, વૃક્ષો મનુષ્યરના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી આપણો સાથ ક્યારેય છોડતા નથી ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે. હજારો જીવ, જંતુ, પશુ, પક્ષી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિ્ના અસ્તિવત્વન માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો બનાવીએ. નર્મદાના નીર અને વન મહોત્સવ અભિયાનથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છની ધરતી નંદનવન બની રહી છે.

તેમણે કહ્યું કે, માણસને બાળપણમાં ઘોડીયું અને ઘડપણમાં લાકડીથી લઇ અંતિમક્રિયા સુધી લાકડાની જરૂર પડે છે ત્યારે આપણે દરેકે અમુક વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કરવો જોઇએ. મંત્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીમાં આપણને સૌને ઓક્શિજનની કિંમત સમજાઇ છે ત્યારે દરેક વ્યક્તિ, સામાજિક સંસ્થાઓ, સ્કુલો, કોલેજો પણ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિમાં આગળ આવે તે સમયની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન અને સંવર્ધન કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરાવી હતી. જેના લીધે ગુજરાતમાં અનેક સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. વૃક્ષો ઉછેરવા માટે તાર ફેન્સીંગ અને સમયસર પાણી આપવા સહિત બાળકની જેમ તેની માવજત કરી તેનો ઉછેર કરવા મંત્રીએ વન વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વૃક્ષોના જતનને વરેલી આપણી મહાન સંસ્કૃતિમાં વૃક્ષ કાપવું એ પણ પાપ ગણાય છે ત્યારે વૃક્ષો વાવી તેની માવજત કરી ઉછેર કરીએ. ભૂતકાળમાં રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ 2004થી રાજયકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજયભરમાં વિવિધ જિલ્લાંઓમાં કરવાની શરૂઆત કરતાં પ્રજા હવે ઉત્સા હભેર આ કાર્યક્રમમાં સામેલ થાય છે. ગુજરાતને હરીયાળું બનાવવા રાજય સરકાર ધ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, વૃક્ષો વાવી તેની યોગ્ય માવજત અને જાળવણી કરી ઉછેર કરવામાં આવે ત્યારે જ સાચા અર્થમાં વન મહોત્સવ સાર્થક થશે, કોરોનામાં આપણને સૌને પ્રાણવાયુની કિંમત સમજાઇ છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જ પડશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં સામે આજે ક્લાયમેન્ટ ચેન્જના પડકારો છે ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ક્લાયમેન્ટ ચેન્જના પડકારોને પહોંચી વળવા દુનિયાનું નેતૃત્વ કરી રહ્યાં છે.આપણા પુત્ર, પુત્રી અને વડીલોના જન્મદિવસે, પૂણ્યતિથિએ તથા મેરેજ એનીવર્સરી જેવા સારા-નરસા પ્રસંગોએ વૃક્ષો વાવી તે પ્રસંગને કાયમ માટે યાદગાર બનાવવો જોઇએ. આ પ્રસંગે પ્રકૃતિના જતન અને વન સંવર્ધન ક્ષેત્રે શ્રેષ્ઠા કામગીરી કરનાર સામાજિક કાર્યકર નારણભાઇ રાવળ, રામાભાઇ માળી તથા વન વિભાગમાં ઉત્કૃષ્ટર કામગીરી કરનારા કર્મયોગીઓ જે. કે. ઘાસુરા, ડી. સી. બારડ, ડી. એચ. રાજપૂત અને રમેશભાઇ ચૌધરીનું મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સામાજિક વનીકરણ વિભાગ, બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક અભયસિંહે સ્વાગત પ્રવચન કર્યુ હતું. જયારે આભારવિધિ મદદનીશ વન સંરક્ષક બિન્દુ પટેલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...