તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાંતીવાડા,પાલનપુરમાંથી ઓવરલોડ ખનીજ ભરેલા 7 ડમ્પર ઝડપાયા

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રૂ.9 લાખનો દંડ ફટકારતા ભુમાફીયાઓમાં ફફડાટ

દાંતીવાડા અને પાલનપુરમાં ખાણ ખનીજ વિભાગની ટીમે બુધવારે તપાસ દરમિયાન ઓવરલોડ રેતી અને ગ્રેવેલ ભરી તેમજ રોયલ્ટીની ચોરી કરી રહેલા સાત ડમ્પરોને ઝડપી પાડી રૂ.1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી રૂ.9 લાખનો દંડ વસુલતા ભુમાફીયાઓ ફફડી ઉઠ્યા છે. પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે બુધવારે પાલનપુર અને દાંતીવાડામાં ઓવરલોડ રેતી તેમજ ગ્રેવેલ ભરી રોયલ્ટી ચોરી કરતા ડમ્પરો ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે દાંતીવાડામાંથી ટીમે 6 ડમ્પરો તો પાલનપુર નજીકથી ઓવરલોડ ગ્રેવેલ ભરી વહન કરી રહેલું એક ડમ્પર ઝડપી પાડ્યું હતું.

ક્યાંથી કયુ ડમ્પર ઝડપાયું
દાંતીવાડાથી

  • જીજે-08-વાય-8301
  • જીજે-08-એયુ-5460
  • જીજે-08-વાય-4514
  • જીજે-08-વાય-4432
  • જીજે-08-વાય-4091
  • જીજે-12-એયુ-7773

પાલનપુરથી

  • જીજે-31-ટી-6518
અન્ય સમાચારો પણ છે...