તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:નળાસર ગામના રોહિત સમાજનું ન્યાય મુદ્દે 7 દિવસનું અલ્ટીમેટમ

પાલનપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રક્ષણ આપવા સહિત 6 મુદ્દાને લઈ ના.કલેટકટરને રજૂઆત
 • નળાસરથી ચાલતા ગાંધીનગર જઈ હિજરત કરી આંદોલન કરશે

નળાસર ગામના રોહિત સમાજના 80 પરિવારોને ગામમાંથી બહિષ્કાર મુદ્દે શનિવારે સવારે નાયબ કલેટકટરને 6 મુદ્દાને લઈ અલ્ટીમેટમ આપ્યું હતું.અને પીડિત પરિવારોને ન્યાય નહીં મળે તો નળાસર થી ચાલતા ગાંધીનગર જઈને હિજરત કરી આંદોલન કરશે.

નળાસર ગામના 13 લોકો સામે એટ્રોસીટી કલમ હેઠળ ગુનો નોધાયો હતો.જેમાં આરોપીઓને ટેબલ જામીન આપી દેતા રોહિત સમાજ રોષે ભરાયો હતો. દરમિયાન 16ની અટકાયત કરવામાં આવી હતી.ત્યાર બાદ પીડિત પરિવારોને કલેકટર કચેરીએ રાતવાસો કરવો પડ્યો હતો, બીજા દિવસે શનિવારે સવારે એમને કલેકટર કચેરી લવાયાં હતા. ધરણાં સ્થળે બેસી નાયબ કલેકટરને આવેદન પત્ર સ્થળ પર બોલાવી આવેદન પાઠવી 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. અને ન્યાય નહિ મળે તો નળાસર ગામથી ચાલતા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે જશે અને ત્યાં જઈને હિજરત કરીને આંદોલન કરશે.

સમાજ દ્વારા આ માંગો કરાઈ
-પશુઓ માટે તાત્કાલિક લીલું અને સૂકું ઘાસ આપવું
-પીડિત પરિવારને પોલીસ રક્ષણ આપવું.
-તમામ આરોપીઓને કાયદેસરની ધરપકડ કરી સેશન કોર્ટમાં રજૂ કરવા.
-જામીન મળેલ આરોપી પીડિત પરિવારને ધમકાવે છે તેના સામે નવીન ગુનો દાખલ કરવો.
-ગામના તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે બહિષ્કાર જેવું જણાવું ન જોઈએ-સારો વયવહાર કરવો
-તપાસ અધિકારી બેદરકારી દાખવતા તેમના સામે શિક્ષાત્મક પગલાં ભરવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો