કાર્યવાહી:પાલનપુરના જગાણા નજીકથી ટ્રકમાં કતલખાને લઈ જતાં 66 પશુ બચાવાયા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રાજસ્થાનના 3 શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પાલનપુર તાલુકાના જગાણા નજીકથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઇ જવાતા 66 પશુઓ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુરના જીવદયા પ્રેમી સચીનકુમાર ભીખાભાઇ જોષી પર જીવદયાપ્રેમી પાંથાવાડાના રોનકભાઇ ઠક્કરનો ફોન આવતાં સેધાભાઇ રબારી, સચિનભાઇ પ્રજાપતિ સહિત જીવદયાપ્રેમીઓ સાથે એરોમા સર્કલે રાજસ્થાન તરફથી આવેલી ટ્રક નં. આર. જે. 22. જીએ.5217નો પીછો કર્યો હતો.

જ્યાં જગાણા નજીક ડીઝલ પુરાવી ટ્રક હાઇવે ઉપર આવતાં તેને રોકી તલાસ કરતાં ટ્રકમાં ઘાસચારા-પાણીની વ્યવસ્થા કર્યા વિના ખીચોખીચ કૃરતાપૂર્વક ભરેલા 64 પાડા અને 2 પાડીઓ મળી કુલ 66 પશુઓ મળી આવ્યા હતા. આ અંગે જાણ કરતાં પોલીસે ટ્રકમાં સવાર રાજસ્થાનના પાલી જીલ્લાના સોજત રોડનો અસલમખાન શોખતાઅલી સિપાઇ, રશીદખાન ઇબ્રાહિમખાન મુસલમાન અને મુસાલીયાના હારૂન મહેબુબઅલી પીંજારાની અટકાયત કરી તેમની સામે પશુકૃરતા નિવારણની કલમ મુજબ ગૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પશુઓ અમદાવાદ કતલખાને લઇ જવાતા હતા
પૂછપરછમાં પશુઓ કરેડાથી અમદાવાદ કતલખાને લઇ જતા હતા. પોલીસે પશુઓ અને ટ્રક સહિત કુલ રૂ.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...