તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:કોરોના બેકાબુ બનતાં હવે શ્રમિકોની તપાસ ફરજિયાતઃ શુક્રવારે વધુ 63 પોઝિટિવ કેસ નોંધાયા

પાલનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા કલેકટર કચેરીમાં સામુહિક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી - Divya Bhaskar
શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા કલેકટર કચેરીમાં સામુહિક આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી
 • ત્રણ દિવસમાં 206 કેસ આવતાં સુરત-અમદાવાદ જેવી સ્થિતિ
 • કલેકટર કચેરીમાં રેપિડ કીટ દ્વારા ચકાસણીમાં 4ને કોરોના
 • ભૂસ્તર શાખાની મહિલા કર્મચારીને કોરોના થતા ઓફિસને તાળું મારી દેવાયુ

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાનો કહેર જોવા મળ્યો છે. શુક્રવારે વધુ 63 પોઝિટિવ આવ્યા છે. માત્ર ત્રણ દિવસમાં 206 કેસો બાદ તંત્ર ગંભીર હવે જિલ્લામાં આંતરરાજ્યમાંથી આવતા શ્રમિકોની કોવિડ તપાસ ફરજિયાત બનાવી છે અને સહકાર ન આપનાર એકમ સામે દંડાત્મક કાર્યવાહીના આદેશો જારી કરવામાં આવ્યા છે. પાલનપુર આઈએમએ પ્રમુખએ કહ્યું લોકો બીનજરૂરી બહાર નીકળવાનું ટાળે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સ્વાસ્થ્ય સાચવે. સહેજ પણ તાવ કે ખાંસી હોયતો ટેસ્ટ ફરજીયાત કરાવે તેવી પણ વાત કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ રોજના 20 થી 25 જેટલા કેસો આવતા હતા તે હવે વધીને ડબલ થઇ ગયા છે. જિલ્લામાં વધુ 63 કેસ નોંધાયા છે. છેલ્લા 3 દિવસમાં કુલ 206 કેસો નોંધાતા ચિત્ર બિહામણું બની રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. જિલ્લામાં ડીસા શહેરમાં 600થી વધુ અને કોરોનાથી થયેલા મોતનો આંકડો પણ જીલ્લામાં 53 સુધી પહોંચ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોનાની સંખ્યા 2042 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ કલેક્ટર આનંદ પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે.

ક્યાં કેટલા દર્દીઓ દાખલ

 • પાલનપુર સિવિલમાં 26 દર્દીઓ દાખલ છે જે પૈકી 8 દર્દીઓ હાલ ઓક્સિજન પર છે.
 • ડીસાની ભણસાલીમાં 8 દર્દીઓ પૈકી 2 દર્દીઓ ઓક્સિજન હેઠળ છે.
 • ડીસાની જનતા હોસ્પિટલમાં 21 દર્દીઓ પૈકી 3 દર્દીઓ ઓક્સિજન પર છે.
 • બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા વિસ્તારના 6 દર્દીઓ અમદાવાદ સારવાર હેઠળ છે તે પૈકી 3 ઓક્સિજન પર છે.
 • જ્યારે 481 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
 • આમ જિલ્લામાં 542 દર્દીઓ પૈકી 30 ઓક્સિજન પર છે. 6 બાયપેપ હેઠળ છે.

લોકોની બેદરકારીના કારણે કોરોના વધી રહ્યો છે
લોકોની બેદરકારી ના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. સાથે સાથે લોકડાઉન ખુલતાની જ સાથે લોકો વધુને વધુ બેદરકાર બન્યા છે. આરોગ્ય વિભાગ અને સરકાર વારંવાર સૂચના આપવા છતાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો પૂર્ણ પણે ઉપયોગ કરતા નથી. જાહેર મેળાવડાઓ કે પ્રસંગોમાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. તેના કારણે કોરોનાવાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપી ગતિએ વધી રહી છે.>ડૉ.જે.એચ.હરીયાણી,બ્લોક હેલ્થ અધિકારી

જાહેરનામાનું પાલન ન થાય તો ફેક્ટરી કે સંસ્થાનને રૂ.10 હજારથી5 લાખ સુધી દંડની કાર્યવાહી

 • ફેક્ટરી, દુકાન કે સંસ્થાના પરત ફરતા કામદારોને કોવિડના લક્ષણો માટે તપાસણી કરાવવાની રહેશે.
 • કામદારોનું હેલ્થ સ્કેનીગ કરાવી એન્ટીજન ટેસ્ટ કરાવવાના રહેશે. દરેક કામદારનું તાપમાન થર્મલ સ્ક્રીનીંગ ગન મારફતે દિવસમાં બે વાર માપવાનું રહેશે, ઓકસીજન લેવલ પલ્સ ઓકસીમીટર મારફતે તપાસવાનું રહેશ,સંસ્થાનમાં કેન્ટીન આવેલ હોય ત્યાં કેન્ટિન સ્ટાફના સ્ક્રીનીંગ અંગે ખાસ ધ્યાન આપવાનું રહેશે.
 • કામગીરીના અમલવારી કરવા ચીફ ઓફિસર પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, ભાભર, થરા, તાલુકા વિકાસ અધિકારી, મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સરકારી શ્રમ અધિકારી, બનાસકાંઠાઓએ ફેકટરી/સંસ્થાનના માલિક પાસેથી દરરોજ પરત ફરતા કામદારોની સંખ્યા અને તેઓની તબીબી તપાસણી થયેલ હોવાની ચકાસણી કરીને નિભાવવાની રહેશે.
 • એકમની આકસ્મિક તપાસ કરીને આ માર્ગદર્શિકાનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે. જો કોઇ અનિયમિતતા જણાઇ આવે તો તેવી ફેક્ટરી કે સંસ્થાન સામે સખત પગલાં ભરીને રૂ.10 હજારથી રૂ.5 લાખ સુધીનો દંડ વસુલવાની કાર્યવાહી કરવાની રહેશે.

રેપીડ કીટની તપાસણી બાદ પોઝિટિવ સંખ્યા વધી
છેલ્લા કેટલાક દિવસોથી એન્ટીજન રેપિડ કીટ દ્વારા તાવ શરદી ખાંસી વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પોઝિટિવ આવ્યા બાદ તેમના આરટી પીસીઆર ટેસ્ટ માટે કોવિડ ફલૂ ઓપીડીમાં મોકલવામાં આવે છે. જેના લીધે છેલ્લા કેટલાક દિવસોથી વધુ રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.> આરોગ્ય વિભાગ

અન્ય સમાચારો પણ છે...