તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:વડગામની 10 એકરમાં ફેલાયેલી આયુર્વેદિક હોસ્પિટલના કેપ્સમાં 60 પ્રકારના વૃક્ષો, પાંચ વર્ષમાં 500 રોપાનું વાવેતર

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુદ્ધ હવા સાથે સાથે જરૂરી દવા માટે ઔષધી રૂપી છોડ અને વૃક્ષોનું વાવેતર
  • દર વર્ષે 100 રોપાનું વાવેતર કરી ઉછેર કરવાનો સંકલ્પ

બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આયુર્વેદિક હોસ્પિટલ 10 એકરમાં ફેલાયેલી છે. જેમાં અનેક વૃક્ષોથી અધિક આયુર્વેદિક ઉપયોગી વૃક્ષો વાવવામાં આવ્યા છે. લોકોને શુદ્ધ હવા સાથે સાથે જરૂરી દવા માટે ઔષધી રૂપી છોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે દર વર્ષ અહીંયા મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે અને જે વૃક્ષો ઉછેરવા નથી એમની જગ્યાએ અવારનવાર બીજા વૃક્ષો વાવી ઉછેર કરીને તેનો ઉપયોગ આયુર્વેદિકમાં કરવામાં આવે છે. વડગામ તાલુકાની જિલ્લાના દર્દીઓ હોસ્પિટલની મુલાકાત લઇ જવાનો લાભ લે છે હોસ્પિટલ આધુનિક સાધન સામગ્રી પણ સજ્જ છે.

લોકોએ ફરીથી વૃક્ષો વાવવા તરફ પહેલ કરી

05 જૂન એટલે પર્યાવરણ દિવસ પર્યાવરણ માનવ જિંદગી માટે ખૂબ મહત્વનું છે. પર્યાવરણથી શારીરિક તેમજ માનસિક શાંતિ માનવ જીવન ને મળે છે. વર્ષો પહેલા પર્યાવરણની શુધ્ધ હવાથી માનવ જીવનને ખૂબ જ ફાયદા થતાં હતા તેમજ લોકો ને માનસિક શાંતિ પણ મળતી હતી, પરંતુ ધીરે ધીરે જંગલો હોય કે ગામડા શહેરોમાં વૃક્ષો કપાતા ગયા તેમ તેમ પર્યાવરણ પર ગંભીર અસર વર્તાઈ. જેના કારણે ગરમીનો પ્રકોપ પણ વધ્યો જેના કારણે લોકોના આરોગ્યમાં પણ ખૂબ મોટી માત્રામાં ફેરફાર થયો લોકો અનેક રોગોના ભોગ બન્યા એમાં પર્યાવરણ જાળવણીમાં બેદરકારી રાખી વૃક્ષોનું આડેધડ કટિંગ પણ માનવજાતની એક મોટી ભૂલ કહી શકાય. જોકે, હવે લોકોને આં ભૂલ સમજાઈ છે. ત્યારે લોકોએ હવે ફરીથી વૃક્ષો વાવવા તરફ પહેલ શરૂ કરી છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સહિત અનેક સંસ્થાઓ એ હવે પર્યાવરણ બચાવવા મેદાનમાં આવી છે. તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી શકાય તેમજ તેમની જાળવણી કરી શકાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં 450થી 500 રોપઓનું સફળતા પૂર્વક વાવેતર થયું

વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ડો.અલ્પેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બનાસકાંઠા દ્વારા આજના પરિયાવરણ દિવસ નિમિત્તે સૌ રોપા વાવવાનો સંકલ્પ કરવામાં આવે છે આવનારા ચોમાસાની અંદર સૌની આસપાસ વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આયુર્વેદ હોસ્પિટલના કેમ્પસમાં 60 પ્રકારની વેરાઈટીઓની સાથે 450થી 500 રોપઓનું સફળતા પૂર્વક વાવેતર કરેલું છે. રોપઓનો સારો ઉછેર કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓને એનો સારી રીતે લાભ લઇ રહ્યા છે.

આજે પર્યાવરણ દિવસ નિમિત્તે એક પર્યાવરણ પ્રેમી તરીકે હું લોકોએ એક એવો સંદેશ આપવા માગું છું કે, આપ એક અથવા બે ઓછા પ્રમાણમાં રોપઓ વાવો વર્ષ દરમિયાન એની પૂરેપૂરી માવજત કાળજી લો કારણે એ જ્યારે મોટું વૃક્ષ થશે ત્યારે તેનું પરિણામ ખરા અર્થમાં જોવા મળશે માત્ર વૃક્ષો વાવવા તે પહેલા પણ નથી, પરંતુ એ વૃક્ષોનું અમુક સમય સુધી એમનું જતન કરવું પાણી પાવવું. તે કરીશુ તો આવનારા સમયની અંદર પર્યાવરણને ઘણા બધા ફાયદા થઈ શકે છે પર્યાવરણ થતા ફાયદા સીધા આપણને અસર કરે છે.

અન્ય સમાચારો પણ છે...