તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોરાકી અસર:બનાસકાંઠામાં ગુંદરી ગામે એક જ પરિવારના 6 સભ્યોને ફૂડ પોઇઝનિંગની અસર, સારવાર દરમ્યાન બે લોકોના મોત નિપજ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ચાર લોકો હજુ પણ સારવાર હેઠળ

બનાસકાંઠા જિલ્લાના ગુંદરી ગામે થોડાક દિવસો અગાઉ ફૂડ પોઇઝનિંગની અસર થતા 6 લોકોની તબિયત લથડી હતી. જેમાં જમ્યા બાદ એક પરિવારના બે મહિલાઓ સહિત ચાર પુરુષોને અચાનક શરીર પર સુજન આવતા અસરગ્રસ્તોની તબિયત ગંભીર બની હતી. ઘટનાને પગલે અસરગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શંકાસ્પદ તેલના કારણે ફૂડ પોઇઝનિંગ થયું
જોકે સારવાર દરમિયાન બે દિવસ અગાઉ બે મહિલાઓની તબિયત વધારે બગડતા મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ગામના જાગૃત લોકોએ તંત્રને જાણ કરી હતી. જેથી ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગે આજે અસરગ્રસ્ત લોકોના ઘરે પહોંચ્યા હતા. અને તપાસ કરતાં શંકાસ્પદ તેલના કારણે ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. જેથી આરોગ્ય અને ફૂડની ટીમોએ વિવિધ ખાદ્ય સામગ્રીઓની ચકાસણી હાથ ધરી હતી. જ્યારે અસરગ્રસ્ત લોકોની તપાસ અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ધારપુર મેડીકલ કોલેજની ટીમ પણ દોડી આવી
ધારપુર મેડીકલ કોલેજની ટીમ પણ મેડીકલ ફિઝીશિયન, કમ્યુનિટી મેડિશિનના અધિકારી અને પેથોલોજીસ્ટની ટીમ પણ ગુંદરી ગામમાં આવીને તબીબ દ્વારા પિડીત પરિવારના સભ્યોની ચકાસણી કરી તેમની સારવારની ફાઈલ ચેક કરી સલાહ સુચન આપ્યા હતાં. તેમજ ધારપુર રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા બ્લડ સેમ્પલ તેમજ યુરીન સેમ્પલ કલેક્શન કરી લોહીમાં શંકાસ્પદ એપીડેમિક ડ્રોપ્સી માટે fsl રિપોર્ટ કરવા માટે પ્રોસેસ હાથ ધરી હતી. પિડિત પરિવારના 4 સભ્યોને ધારપુર મેડીકલ ફિઝીશિયનની સલાહ મુજબ વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડ્યા છે.

પાલનપુર ફુડ વિભાગે રાયડા તેલના સેમ્પલ લીધા
પાલનપુર ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા પણ ગુંદરી ગામમાં આવી પિડીત પરિવારના ઘરેથી રાયડાના દાણા તેમજ જે દાણામાંથી તેલ પીસાયું હતું તે ખોરાકમાં ઉપયોગ કર્યો હતો તેના સેમ્પલ એકઠા કરી તેલના તમામ પ્રકારના fssaiના ગુણવત્તા આધારિત ટેસ્ટ કરવા માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવાની પ્રોસેસ કરી એક દિવસ બાદ તેલમાં કંઈ પ્રકારની ખામી છે તે જાણવા મળશે ત્યારબાદ વધુ જાણી શકાશે.

પરિવારે સારવાર લેવાનું ના કહ્યું : સિવિલ સર્જન
પાલનપુર સિવિલ સર્જન ભરત મિસ્ત્રીએ જણાવ્યું કે ગુંદરીના પરિવારને સારવાર માટે લાવ્યા હતા પરંતુ સારવાર લેવાનું ના કહેતા હતા અમારા સ્ટાફે અને પોલીસે સમજાવ્યા પણ ન માનતા એમને સારવાર નથી લેવી તેવું લેખિત લઈ મોકલી દીધા હતા. આ બાબત કુચાવાડા પૂર્વ સરપંચ જવેરભાઈ ઠાકોરએ જણાવ્યું કે મારા સબધીનાં પરિવારમાં 2 લોકોના મોત થયા હતા અને પરિવાર ડરી ગયો હતું.અને પાલનપુર સિવિલ આવ્યા પણ સારવાર માટે ડોક્ટરે કહ્યું પરંતુ પરિવાર ના કહે છે માટે એમને ઘરે લઈ ગયા.

શંકાસ્પદ પિડીતો
1. ગેમરાજી રેવાજી આકોલીયા
2. ગીતાબેન ગેમરાજી આકોલીયા
3. દિનેશભાઈ ગેમરાજી આકોલીયા
4. કેતન ગેમરાજી આકોલીયા
5. પુજાબેન ગેમરાજી આકોલીયા

મૃતકના નામ
1. જ્યોતિબેન દિનેશભાઇ આકોલીયા
2. આરતીબેન ગેમરાજી આકોલીયા

​​​​​બિમારીના લક્ષણો
1. બંને પગે સોજા આવવા.
2. ઝાડા.
3. શ્વાસ લેવામાં તકલીફ
4. ઝામર
5. હ્રદયની તકલીફ.

અન્ય સમાચારો પણ છે...