રેડ:પાલનપુર જનતાનગર ટેકરા વિસ્તારમાંથી 6 જુગારી ઝબ્બે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર પૂર્વ પોલીસ મથકનો સ્ટાફ શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે પાલનપુર જનતા નગર ટેકરા નવી મસ્જિદ પાસે ખુલ્લામાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.

તેની ચોક્કસ બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરતાં સલમાનભાઈ ઈકબાલભાઈ સલાટ (રહે.પાલનપુર ભકતોની લીંમડી પાસે), મનસુખભાઈ રફિકભાઈ ભાટી (રહે.પાલનપુર જનતાનગર), સમીર ઈસ્માઈલભાઈ શેખ (રહે.ડીસા ગવાડી), મોસીન અહેમદભાઈ ચુનારા, અકિલ અકબરભાઈ મકરાણી, શાહરુખ અહેમદભાઇ ચુંનારા (ત્રણેય રહે.પાલનપુર જનતાનગર) ને ઝડપી પાડ્યા હતા.જેમની પાસેથી મોબાઈલ નંગ 4 રૂ.13,200 રોકડ રકમ રૂ.15,210 એમ મળી કુલ.28,410 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગારીયા સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...