તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:જિલ્લામાં 59 લોકો પોઝિટિવ : ડીસામાં સૌથી વધુ 31 કેસ

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં શનિવારે 59 કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં 31 કેસ ડીસાના રહ્યા હતા. જ્યારે 10 કેસ પાલનપુરના રહ્યા હતા. તેમજ અન્ય તાલુકામાં સામાન્ય કેસ રહ્યા છે. જિલ્લામાં શનિવારે કોરોનાના 1555 સેમ્પલમાંથી 59 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ડીસાના એકલાના જ 31 તેમજ પાલનપુરના 10 કેસો નોંધાયા હતા.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં 10, દાંતા 2, ડીસા 31, વડગામ 1, લાખણી 2, ધાનેરા 1, કાંકરેજ 4, થરાદ 4, દિયોદર 1, ભાભર 1, દાંતીવાડા 1 અને અમીરગઢમાં 1 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં એન્ટીજન સેમ્પલ 1258 મળી કુલ 1555 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...