તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રાથમિક તપાસ:લાંચીયા એન્જિનિયર પાસેથી આવક કરતાં 58 ટકા વધુ રૂ. 53 લાખની બેનામી મિલ્કત મળી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીપુ યોજનાના તત્કાલીન ઇન્ચાર્જ એજ્યુકેટીવ ઇજનેર વસંતભાઈ ચૌહાણ રૂ. 15 હજાર લાંચ લેતા ઝડપાયા હતા
  • કુલ આવક 96,13,791 ની સામે એન્જિનિયરે રૂ. 1,49,33,181 કરેલું રાકોણ એસીબીની તપાસમાં બહાર આવ્યું

દાંતીવાડા સીપુ યોજનાના ફરજ મોકૂફ કરાયેલા નાયબ ઈજનેર અને તત્કાલીન ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સામે રૂ. 53,19,390 ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે થયેલી અરજીની પ્રાથમિક તપાસ કરતા તેમની કાયદેસરની આવક રૂ. 96,13,791 થાય છે અને તેમણે રૂ. 1,49,33,181 નું ખર્ચ અને રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં જણાયું છે. તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 57.99 ટકા અપ્રમાણસર મિલકત જણાઇ છે. પાલનપુર સીપુ યોજના વિભાગના નાયબ એન્જિનિયર અને તત્કાલીન ઇન્ચાર્જ એજ્યુકેટીવ ઇજનેર વસંતભાઈ તળશીભાઇ ચૌહાણ હાલમાં ફરજ મોકૂફ છે.

તેઓ સીપુ યોજનામાં નહેરની પ્રોટેક્શન દિવાલના કામના મંજૂર થયેલા ટેન્ડરના કામગીરીના બિલ ચુકવણીની મંજુર થયેલી રકમની ચૂકવણી કરવા પેટે રૂ. 15,000ની લાંચની રકમ લેવા અંગે તેમની સામે અગાઉ બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પાલનપુર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમની સામે એસીબીમાં થયેલી અરજીની પ્રાથમિક તપાસ કરવા વસંતભાઇ ચૌહાણ અને તેમના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ અને બેંક ખાતાઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી અને તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ એસીબી નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં તેઓના હોદ્દાની રૂએ ફરજ દરમિયાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી કુલ આવક રૂ. 96,13,791 થયેલી છે. તેની સામે તેમણે રૂ. 1,49,33,181 ખર્ચ અને રોકાણ કરેલા છે. તેમના દ્વારા રૂ. 53,19,390 ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલી હોવાનું જણાયુ છે. તેમણે તેમની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તેનો ઉપયોગ કરી તેમના અને આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થતા તપાસ કરનાર અધિકારી પાટણ એસીબી પીઆઈ એચ.એસ આચાર્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

એન્જિનિયર રૂ. 15 હજારની લાંચ લેતા ઝડપાયા હતા
દાંતીવાડા સીપુ યોજનાના નાયબ એન્જીનિયર અને તત્કાલીન ઇન્ચાર્જ એજ્યુકેટિવ એન્જીનિયર મૂળ વડગામના વરણાવાડાના અને હાલ પાલનપુર શુકન સોસાયટીમાં રહેતા વસંતભાઈ ચૌહાણને અગાઉ બનાસકાંઠા એસીબીની ટીમે સીપુ યોજનાની નહેરની પ્રોટેક્શન દીવાલ કામના મંજુર થયેલા ટેન્ડરના બીલની ચૂકવણીમાં રૂ. 15000ની લાંચ લેતા ઝડપ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો