તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠામાં ‘શ્વાસરોપણ’:501 દંપતિઓએ ભરકાવાડામાં કોરોનામાં ઓક્સિજનનું સંકટ જોઈને સ્મશાન, મંદિરની ભૂમિ પર પૂજાપાઠ કરી 2500 છોડ વાવ્યા

બનાસકાંઠાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃક્ષારોપણ કરી રહેલા લોકોની તસવીર - Divya Bhaskar
વૃક્ષારોપણ કરી રહેલા લોકોની તસવીર

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડામાં રવિવારે 501 દંપતીઓએ ગામની સ્મશાનભૂમિ, મંદિરની ભૂમિ અને ગામની તમામ જગ્યાએ વૃક્ષની પૂજા-અર્ચના કરી દંપત્તિ દીઠ એક-એક વૃક્ષની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ વૃક્ષનું જતન કરવાની જવાબદારી ઉઠાવી ગામને હરિયાળું બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વૃક્ષારોપણ કરી રહેલા લોકોનો ડ્રોન વ્યૂ
વૃક્ષારોપણ કરી રહેલા લોકોનો ડ્રોન વ્યૂ

સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ઠેરઠેર વૃક્ષારોપણ તો થતું હોય છે પરંતુ વૃક્ષારોપણના કાર્યો બાદ આ વૃક્ષોની મોટાભાગના લોકો દ્વારા દરકાર ન લેવાતા છેવટે વૃક્ષો સુકાઇ જાય છે અને વૃક્ષા રોપણ ફક્ત નામશેષ બની રહે છે. ત્યારે રોપણ કરાયેલા વૃક્ષોને લોકો ભૂલી ન શકે તે હેતુસર 501 દંપત્તિઓએ 2500 વૃક્ષોની પહેલા પૂજા કરી અને તે બાદ આ વૃક્ષોનું રોપણ કર્યું છે. આ વૃક્ષોના જતન માટે તેના ટ્રીગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વૃક્ષારોપણ કરતા લોકોની તસવીર
વૃક્ષારોપણ કરતા લોકોની તસવીર
વૃક્ષારોપણ કરતા લોકોની તસવીર
વૃક્ષારોપણ કરતા લોકોની તસવીર
અન્ય સમાચારો પણ છે...