તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવરાત્રી:સીપુ નદીના કિનારે 5000 વર્ષ જૂનું કુંતેશ્વર મહાદેવનું મંદિર જાળવણીના અભાવે ખંડેર

પાંથાવાડા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંથાવાડાથી 6 કિ.મી.દૂર સિપુ નદીના કિનારે વસેલું કુંતેશ્વર મહાદેવનું મંદિર-2017 માં સિપુ નદીમાં આવેલા પૂરના કારણે જળ સમાધિ થઇ ખંડેર બની ગયું હતું. ત્યારબાદ પુરાતત્વ વિભાગ દ્વારા પણ ઘણીવાર સાઈટ મુલાકાત લેવામાં આવી પરંતુ ટેકનીકલ કારણોને લીધે કોઇ જ વિકાસનું કામ હાથ ધરાયું નથી. પુરાતત્વ વિભાગ દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવે તો એક પર્યટક સ્થળ તરીકે વિકસિત પામી શકે છે.

આ મંદિરનો ઈતિહાસ અને દંતકથા ખૂબ જ પુરાણી છે. જેમાં પાંડવો પોતાના ગુપ્ત વનવાસ દરમિયાન અહીં રોકાણ કર્યું હતું. તે સમયે સિપુ નદીના કિનારે તેમણે શિવલિંગની સ્થાપના કરી હતી. તેમણે તેમની માતાનું નામ કુંતેશ્વર આપ્યું તેથી કુંતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...