તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:છાપીમાં માસ્ક વિના લટાર મારતા 50 લોકોને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો

છાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કેસ વધતાં પોલીસની વેપારીઓ સહિત પર તવાઈ

બનાસકાંઠામાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યાં છાપીમાં માસ્ક વિનાના વાહન ચાલકો સહિત 50 વેપારીઓને રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. વડગામ ના છાપી હાઇવે ઉપર પોલીસે સવાર થીજ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ નો ભંગ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હાઇવે સ્થિત દુકાનોના માલિકો, દુકાનોમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓ વિરુદ્ધ તેમજ હાઇવે ઉપર માસ્ક વગર વાહનનો માં સફર કરતા પચાસ લોકો વિરુદ્ધ દંડનિય કાર્યવાહી હાથ ધરી કુલ રૂ. 50 હજાર નો દંડ વસુલતા લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરી તેમજ એ.એસ. આઈ જગદીશભાઈએ જાહેર જનતાને માસ્ક પહેરવા તેમજ કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરી હતી.

વાવમાં માસ્ક વગર 23 લોકો દંડાયા
કોરોના મહામારી ચાલી રહી છે. દિન પ્રતિદિન કોરોનાના કેશોમાં વધારો થઇ રહ્યો છે તેમ છતાં લોકો બેદરકારી દાખવી માસ્ક વગર ફરી રહ્યા છે. જેને લઇ વાવ પોલીસે સોમવારે વાવ બજારમાં માસ્ક વગર ફરતા 23 લોકોને પકડી તેમની પાસેથી 23000 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser