તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની સાઇડ ઇફેક્ટ:બનાસકાંઠામાં 100માંથી 5 વ્યકિત માનસિક બીમારીમાં સપડાઈ; પેનીક ડિફોડર, ઓસીડી અને PTSO નામની બીમારી ફેલાઈ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

બનાસકાંઠા જિલ્લાામાં કોરોનાના સંક્રમણ વચ્ચે તેના ડરથી લોકોના મગજ ઉપર પણ અસર થઇ રહી છે. જેના કારણે 100માંથી 5 વ્યકિતઓ માનસિક બિમારીમાં સપડાઇ રહ્યા છે. જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેર બાદ બીજી લહેર ખુબ જ ખતરનાક સાબિત થઇ રહી છે.

ઓક્સિજનના અભાવે મોત
શહેરોમાંથી સંક્રમણ ગ્રામિણ વિસ્તારોમાં પ્રસર્યુ હોઇ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બની રહ્યા છે. અનેક દર્દીઓના ઓક્સિજનના અભાવે તેમજ અન્ય કારણોસર મોત પણ નિપજ્યા છે. આવી સ્થિતિમાં કોરોના કોરોના શબ્દો સાંભળીને તેના ડરથી લોકો માનસિક બિમારીમાં સપડાઇ રહ્યા છે.

લોકોમાં બિનવ્યાજબી ભય ફેલાયો
આ અંગે પાલનપુરના માનસિક રોગના નિષ્ણાંત તબીબ ડો. પ્રવિણભાઇ પટેલે જણાવ્યું હતુ કે, જિલ્લામાં 100 દર્દીએ 5 દર્દીઓને કોરોનાના ભયથી માનસિક બિમારી થઇ રહી છે. આવા દર્દીઓમાં પેનીક ડિફોડર, ઓસીડી અને પીટીએસઓ એટલે કે, ફડકી, બિન વ્યાજબી ભય તેમજ ભૂલવાની કોશિષ કરવા છતાં વારંવાર મગજને અસર કરે તેવી બિમારી જોવા મળી રહી છે.

કિસ્સો 1: કોઇ ફલેટમાં કોરોના દર્દીનો મૃતદેહ મુકી જતુ રહેશે તો?
ર્ડા. પ્રવિણ પટેલની હોસ્પિટલમાં આવેલા અંબાજીના વેપારી ત્રિકમલાલ (નામ બદલ્યું છે)નાફલેટમાં પરિવાર સાથે રહે છે. જોકે, તેમને મગજમાં એવો ડર પેસી ગયો હતો કે, ફલેટ નીચે કોઇ વ્યકિત કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો મૃતદેહ મુકીને જતો રહેશે. તો આ વિચારથી તેમની માનસિક હાતલ લથડી હતી. જેમની સારવાર અત્યારે ચાલુ છે.

કિસ્સો 2 : મિત્રોના મોતના સમાચાર સાંભળી શિક્ષકને થયું મને કોરોના થશે તો?
પાલનપુરના શિક્ષક છગનભાઇ (નામ બદલ્યું છે)ના બે મિત્રોનું કોરોનાથી મોત થઇ ગયું હતુ. જેના સમાચાર સાંભળી તેમના મગજ ઉપર ભય સવાર થઇ ગયો હતો કે, મને કોરોના થઇ જશે અને મોતને ભેટીશ તો પરિવારજનોનું શુ થશે. આ વિચારથી તેઓ કોઇની સાથે સરખી રીતે વાતચિત પણ કરતા ન હતા. એકલા- એકલા ગુમસુમ રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...