તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:પાલનપુરમાં રથયાત્રાનો 5 કિ.મી.રૂટ ટૂંકાવી દેવાયો, જનતા કર્ફ્યૂ વચ્ચે રથયાત્રા નીકળશે

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાનના ત્રણ રથ અને 60 લોકોની પરમિશન અપાઈ

પાલનપુરમાં સોમવારે નિકળનારી રથયાત્રાના પરંપરાગત રૂટમાં 5 કિલોમીટરનો કાપ મૂકી દેવાયો છે. સાથે સાથે ભગવાનના ત્રણ રથ, બે વાહનો અને 60 વ્યક્તિઓ સાથે રથયાત્રા યોજાશે. રથયાત્રાના પરિભ્રમણ વિસ્તારમાં જનતા કરફ્યુ રહેશે. જ્યાં પ્રસાદનું પણ વિતરણ નહીં કરાય.

આ વર્ષે અંબાજી, ડીસા અને થરાદમાં રથયાત્રા નિકાળવામાં આવનાર નથી. પાલનપુરમાં કોવિડના નિયમોને અનુસરી રથયાત્રા નીકાળવામાં આવનાર છે. જોકે, પરંપરાગત રૂટ ટૂંકાવવામાં આવ્યો છે. આ અંગે જિલ્લાના શિવસેના પ્રમુખ કમલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, અગાઉ રથયાત્રા મંદિરેથી શરૂ થઈ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં નવ કિલોમીટરના રૂટ ઉપર પરિભ્રમણ કરતી હતી. જોકે આ વખતે કોરોના ને કારણે વહીવટી તંત્ર, પોલીસ સાથે બેઠક થયા બાદ શહેરના વિવિધ સંગઠનો દ્વારા નિર્ણય લઈ રૂટ ટૂંકાવી દેવામાં આવ્યો છે.

જેથી રથયાત્રા પૂર્વ વિસ્તારમાં માત્ર ચાર કિલોમીટરનું પરિભ્રમણ કરી નીજ મંદિરે પરત ફરશે. ભગવાનના 3 રથ, 2 વાહનો અને 60 વ્યક્તિઓની જ પરમીશન અપાઇ છે સાથે સાથે રથયાત્રા જે જે વિસ્તારમાં પરિભ્રમણ કરશે ત્યાં જનતા કરફ્યુ લાદવામાં આવશે. રથયાત્રાના પરિભ્રમણ દરમિયાન ભગવાનનો પ્રસાદ નું વિતરણ કરવામાં નહીં આવે.

પાલનપુરમાં રથયાત્રાનો રૂટ
રામજી મંદિરથી મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, ત્રણબત્તિ, જામા મસ્જીદ, ખોડા લીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સંજય ચોક, કબ્રસ્તાન, દિલ્હીગેટ થઇ રામજીમંદિર પરત.

ડીસામાં રથયાત્રાને લીલીઝંડી અપાઇ
ડીસા: ગત વર્ષે કોરોનાના કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથની 23 મી રથયાત્રાનું આયોજન થાય તે માટે સુભાસચંદ્ર બોઝ સેવા સમિતિના મુકેશભાઈ પંડ્યા, દશરથભાઈ રાજગોર, કિશોરભાઈ દવે તથા ગંગારામભાઈ પોપોટ સહિતે તંત્ર સાથે શનિવારે મામલતદાર કચેરીમાં બેઠક યોજી હતી.

બેઠકમાં બે મામલતદાર સહિત ડીવાયએસપી ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકના પી.આઈ ઉપસ્થિત રહયા હતા. જેમાં બેઠકના અંતે સોમવારે સવારે 7 થી 9 વાગે ભગવાન જગનાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલભદ્ર સાથે નગરચાર્યએ નીકળશે. જેમાં 25 લોકો સાથે રામજી મંદિરથી, રિસાલચોક,હીરાબજાર, એસ.સી.ડબ્લ્યુ, બગીચા, ફુવારા સર્કલ દક્ષિણ પોલીસ સ્ટેશન આગળ થઈ રામજી મંદિર પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...