કાગવડ ખોડલધામના ચેરમેન શુક્રવારે બનાસકાંઠા આવી પાલનપુર સોળ ગામ લેઉવા સમાજના પ્રમુખ જોડે બંધ બારણે મિટિંગ યોજ્યાં બાદ ગઢ ખાતે સભા સંબોધતા કહ્યું કે, ગામમાં પાટીદાર સમાજના 5 ઉમેદવારો સરપંચની ચૂંટણી લડી રહ્યા છે.તો વડીલો તેમને સમજાવી સમાધાન કરાવે તેવી ટકોર કરી હતી.
કાગવડના ખોડલધામમાં 21 જાન્યુઆરીએ પંચમ પાટોત્સવ મહોત્સવનું આયોજન કરાયું છે. જેનું અામંત્રણ આપવા શુક્રવારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પાલનપુર સ્વસ્તિક સ્કૂલમાં આવતાં સ્વાગત કરાયં હતુ. જ્યાંથી તેઓ ગઢ ગયા હતા. જ્યાં નરેશ પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, મને જાણવાં મળ્યું કે સરપંચની ચૂંટણીમાં પાટીદાર સમાજનાં પાંચ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.અને પાંચેય પાટીદારો ખર્ચો કરી રહ્યાં છે.
વડીલો એક સમિતિ બનાવી કોશિષ કરજો લગ્નમાં સમાધાન થાય છે તો રાજકારણમાં પણ સમાધાન છે પતે તો પતાવજો એવી મારી વિનંતી છે. રાજ્યમાં પેપર લીંક બાબતે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ. ખોડલધામના ચેરમેનનું આગમન થતા જીલ્લાભરના પાટીદાર સમાજના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. જ્યાં કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પાટીદાર આગેવાનો હાજર હતા.
સોળ ગામ લેઉવા સમાજના પ્રમુખ જોડે બંધ બારણે બેઠક
કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ બનાસકાંઠા આવતાની સાથે પાલનપુર સ્વસ્તિક સ્કૂલમાં આવી સોળગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અને ભાજપના યુવા આગેવાન રમેશભાઇ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજાતા તર્કવિતર્ક સર્જાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.