તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામા ભંગ:ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 4978 ગુના નોંધાયા, હવે કોર્ટ કાર્યવાહી

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મળવા લાગ્યા, જાહેરનામા ભંગના આરોપીની સંખ્યા :7614

કોરોના સંક્રમણ ને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન અને જનતા કર્યું અમલી બનાવવામાં આવ્યું હતું તે દરમિયાન થયેલા પોલીસ કેસોની હવે ચાર્જશીટ બનતા પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 4978 ગુના નોંધાયા છે જેમના પર 188 હેઠળ, એપેડેમીક ડીસીસ એકટ હેઠળ કાર્યવાહી થઈ હતી એમને કોર્ટમાં હાજર રહેવાના સમન્સ મળવા લાગ્યા છે.

સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ જાહેરનામાનો કડકાઈ પૂર્વક અમલ કરવા સ્થાનિક પોલીસને જણાવવામાં આવ્યું હતું અને જે કોઈ જાહેરનામાનો ભંગ કરે તેની સામે કાર્યવાહી કરાઈ હતી જેના પગલે અગાઉ પોલીસથી દંડાયેલા લોકોને હવે કોર્ટ કચેરીમાં વકીલ રોકવાનો વધારાનો ખર્ચો પણ કરવો પડી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ફોજદારી ધારાની કલમ 188 હેઠળ 804, એપેડેમીક ડીસીસ એકટ હેઠળ 353, હંગામો કરવાના મામલે 9, તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ 4978 જિલ્લાના 26 પોલીસ મથકોમાં નોંધવામાં આવી છે. જિલ્લા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે જાહેરનામા ભંગના આરોપીઓની સંખ્યા 7614 છે.

બાર એસોસીએશનના પ્રમુખ ઈદ્રિસખાન પઠાણે જણાવ્યું હતું કે પાલનપુરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ચાલુ રાખવામાં આવી છે અને તેમાં રોજેરોજ જેની સામે કેસ કરવામાં આવ્યા હતા તેમને વકીલ રાખીને વકીલાતનામું કોર્ટમાં રજૂ કરી મુદતો આપવામાં આવી રહી છે.ડિસ્ટ્રિક્ટ કોર્ટમા આ કાર્યવાહી જારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો