કોરોના મહાઆપતિ:દિયોદરના પાલડી (મીઠી) ગામની 48 વર્ષીય મહિલા અને પાલનપુરના ખરોડિયા ગામની મહિલાને કોરોના

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલડી (મીઠી)થી 10 દિવસ પહેલા અમદાવાદ પુત્રની જાન લઈને ગયેલી માતા, અને ખરોડીયાનું દંપતી ખબર-અંતર પુછવા જતાં અમદાવાદમાં લોકડાઉનમાં ફસાતાં પતિ અમદાવાદમાં પોઝિટિવ
  • પત્ની 10 દિવસ પૂર્વે પાલનપુર આવતાં રિપોર્ટ કરાવતાં પોઝિટિવ
  • બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો આંક 106એ પહોચ્યો, વધુ 3 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

દિયોદર તાલુકામાં 20 દિવસના વિરામ બાદ પુનઃ દિયોદરના પાલડી (મીઠી) ગામની 48 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાલનપુર તાલુકાના ખરોડીયા ગામના પતિ પત્ની  2 મહિના અગાઉ ખબર અંતર પુછવા અમદાવાદ ગયા હતા.જોકે લોકડાઉનમાં  ફસાયા હતા. જે 10 દિવસ પહેલાં પત્ની ખરોડીયા ગામે પરત આવતા રિપોર્ટ કરવતાં પોઝિટિવ આવી હતી. 

દિયોદર તાલુકાના પાલડી (મીઠી) ગામે રહેતાં સંગીતાબેન દિલીપભાઈ શાહને 2-3 દિવસ અગાઉ શ્વાસ લેવામાં તકલીફ પડતાં ડીસા ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા  શંકાસ્પદ લક્ષણ જણાતા ડીસા ભણસાલી હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરાવતા ગુરુવારે મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ  આવ્યો હતો. મહિલાના પુત્રના થોડાક દિવસ અગાઉ અમદાવાદ ખાતે લગ્ન થયા હતા ત્યારે લગ્નની અવરજવર દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. પાલનપુરના ખરોડિયા ગામના ધનવંતરીબેન રમેશભાઇ પટણી (ઉ.વ.30)ના સાસુ સસરાના ખબર અંતર પુછવા તેમના પતિ રમેશભાઇ બાબુભાઇ પટણી સાથે અમદાવાદ ગયા હતા જ્યાં તેમના પતિને પગમાં ઇજાઓ થતાં સારવાર અર્થે ગયા હતા જ્યાં તેમનો સેમ્પલ લેવાતાં રીપોર્ટ પોઝિટિવ આવતાં અમદાવાદ દાખલ કરાયા હતાં.જ્યારે ધનવંતરીબેન પાલનપુર આવ્યા હતા પરંતુ તેમને ખાંસી અને તાવ જેવા લક્ષણો દેખાતાં 3 દિવસ અગાઉ તેમના સેમ્પલ પાલનપુર સિવિલમાં લેવાયા હતા.જેમનો રીપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...