આયોજન:પાલનપુરમાં ITI એપ્રેન્ટીસ મેળામાં 125ની જગ્યા માટે 450 ઉમેદવારો

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર આઇટીઆઇ ખાતે એપ્રેન્ટિસશિપ તાલીમ કેન્દ્રનું સોમવારે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 100 જેટલા ઉમેદવારોનું સિલેક્શન કરવાનું હતું જ્યાં 450 થી વધુ ઉમેદવારો જોડાયા હતા.જ્યાં મોડી સાંજ સુધી સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ ને કોન્ટ્રાક્ટ બેઝ જાહેર કરી જનરેટ કરાયા હતા.પાલનપુર બનાસડેરી રોડ ખાતે આવેલી ઔધોગિક તાલીમ કેન્દ્ર માં સોમવારે કલેક્ટર આનંદ પટેલ , સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસ દીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 15 જેટલા જુદા જુદા એકમોના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં 450 થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી 125 જેટલા ઉમેદવારોને સ્થળ પર જ એપ્રેન્ટિસ તરીકેની ભરતી કરવામાં આવી હતી.જ્યાં આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી એચ.એચ.ગઢવી, પાલનપુર ITI ના આચાર્ય એચ.વી.દોમડિયા, ડીસા ITI આચાર્ય સી.આઈ.મેવાડા, અમીરગઢ ITI આચાર્ય એમ.એન.પટેલ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...