તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાલનપુરમાં શાકુન્તલ, શનિ પ્લાઝા ગોપાલ પ્લાઝાની 45 મિલકત સીલ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાકી વેરા મુદ્દે નગરપાલિકાની કાર્યવાહી યથાવત

પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા મુદ્દે સિલિંગ કાર્યવાહી જારી રાખી હતી. નગરપાલિકાની પાસે આવેલા શાકુંતલ કોમ્પલેક્ષ, શનિ પ્લાઝા તેમજ અમીર રોડ ઉપર આવેલા ગોપાલ પ્લાઝા ઉપર આવેલી 45 થી વધારે મિલકતને સીલ કરવામાં આવી હતી.જેને લઈ દોડધામ મચી છે.પાલનપુર નગરપાલિકા સુત્રોએ જણાવ્યું હતુંકે જ્યાં સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી તે જુદા જુદા સ્થળપરથી અંદાજિત 12 લાખથી વધુની વસુલાત કરવામાં આવી છે

તેમજ બાકીદારોના રૂપિયા 4લાખ ઉપરાંતનો વેરો બાકી હતી તેવી 45થી વધુ મિલકત સીલ કરવામાં આવી છે જે કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર મહેશભાઈ જોશી નરેશભાઈ જોષી, ગજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સ્ટાફના માણસો હાજર રહ્યા હતા.પાલિકાની આ કાર્યવાહીને લઈ વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો