જુગારધામ:સાંચોરની હોટલમાંથી બનાસકાંઠા,પાટણના એક એક સહિત 45 જુગારીયા ઝડપાયા

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયપુર સીઆઇડી ક્રાઈમ જુગારધામ પર ત્રાટકી
  • પોલીસથી બચવા જતાં માંડવી ધારાસભ્યના ભત્રીજા અજિતસિંહ જાડેજા સહિત 6 શખ્સો નીચે પટકાયા

રાજસ્થાનના સાંચોરની હોટલમાંથી બ.કાં., પાટણના એક એક સહિત 45 જુગારીયા ઝડપાયા હતા.રાજસ્થાનના સાંચોરની એક હોટલમાં જયપુર સીઆઇડીના ડીએસપી પુષ્પેન્દ્રસિંહ રાઠોડે ટીમ સાથે શનિવારે રાત્રે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાંથી ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, જામનગર સહિતના વિસ્તારના 41 તેમજ હોટલ સંચાલક સહિત રાજસ્થાનના 4 મળી કુલ 45 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતા.

જેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 34.55 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.રેડ દરમિયાન નાસવા જતાં માંડવી ધારાસભ્યના ભત્રીજો અજિતસિંહ જાડેજા સહિત 6 શખ્સો અગાશી ઉપરથી 30 ફૂટની ઉચાઇએથી પટકાતાં તેમને ઇજાઓ થવા પામી હતી. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઝડપાયેલા જુગારીઓ ઈશુ ખાનસિંહ રાજપૂત (જૈન દેરાસર દરબારગઢ, બનાસકાંઠા)અને 2.નાગાભાઈ ભલાભાઈ આહિર (બકુટારા, પાટણ) સહિત 45 જુગારી સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...