ધરા ધ્રુજી:બનાસકાંઠા જિલ્લામાં 4.1 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો, પાલનપુરથી 136 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂકંપના આંચકાના પગલે અનેક વિસ્તારમાં લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 7 વાગ્યાને 25 મિનિટે ભૂંકપનો આંચકો આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સિસ્મલોજીમાં આંચકાની તિવ્રતા 4.1 રિકટર સ્કેલ નોંધાઈ હતી. આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી રાજ્સથાન તરફ 136 કિમી દૂર નોંધાયું હતું. ભૂંકપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે મોડી સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સાંજે સાત વાગ્યાને 25 મિનિટના અરસામાં ભૂંકપનો અનુભવ થયો હતો. સિસ્મોલોજી વિભાગના મતે આંચકાની તિવ્રતા 4.1 રિકટર સ્કેલ હતી. આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી રાજસ્થાન તરફ136 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના કારણે કોઈ નુકસાનીના કે જાનહાનિના સમાચાર આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...