વિચિત્ર કિસ્સો:અમીરગઢના યુવાને મેસેન્જરમાં વીડિયો જોયા બાદ બ્લેકમેઇલર્સએ ચાર હજાર પડાવી લીધા

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ વ્યક્તિ સોશિયલ સાઇટ ચાલુ કરે તો ગભરામણ અનુભવે છે

અમીરગઢનો યુવાન મેસેન્જરમાં વિડિયો જોયા બાદ બ્લેકમેઇલર્સએ ચાર હજાર પડાવ્યા હતા જે બાદ યુવકએ સોશિયલ મીડિયાથી છેડો ફાડી દીધો છે.છેલ્લા કેટલાક મહિનાઓથી વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આજુબાજુ કોઈપણ વ્યક્તિ સોશિયલ સાઇટ ચાલુ કરે તો યુવક તુરંત ગભરામણ અને બેચેની અનુભવવા લાગે છે.

કોરોનાકાળમાં અમીરગઢના અંતરિયાળ ગામના 35 વર્ષિય યુવકે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલ્યું હતું અને અનેક અજાણ્યા મિત્રોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી ને મેસેન્જરમાં તેમની સાથે ચેટ કરી હતી દરમિયાન એક સ્ત્રી મિત્રએ વીડિયો કોલિંગ કરી પ્રાઇવેટ પાર્ટ બતાવી વાત કરી હતી આવા વિડિયો જોયા બાદ બ્લેક મેઇલિંગ કરતા કોલ આવવાના શરૂ થઈ ગયા હતા અને 10 હજારની માંગણી બાદ બ્લેકમેઇલર્સએ ચાર હજાર પડાવ્યા હતા.

જો કે આ ઘટનાના છ મહિના બાદ પણ યુવકની માનસિક સ્થિતિ બગડી ગઈ છે. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકના મિત્રોએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ક્યારેય પણ અજાણ્યા મિત્રોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી જોઈએ નહીં, અમારા મિત્રનું સોશિયલ મીડિયા બંધ કરી દીધું છે છતાં પણ આજુબાજુ બેઠેલા કોઈપણ વ્યક્તિ સોશિયલ સાઇટ ચાલુ કરે તો અમારો મિત્ર ગભરામણ અને બેચેની અનુભવે છે. એટલે અમારે મનોચિકિત્સકની મદદ લેવી પડી છે.

લોકોએ ફેક આઈડી થી બચવું જોઈએ
મનોચિકિત્સક : દેવેન્દ્ર ચૌધરી એ કહ્યું કે છેલ્લા એકાદ વર્ષથી માનસિક તાણ અનુભવતા દર્દીઓની સાથે સાથે સોશિયલ મીડિયાથી ભોગ બનેલા દર્દીઓ અવારનવાર સારવાર કરાવવા આવે છે. અમીરગઢના યુવાનને હજુ પણ ડર છેકે તેનો વિડીયો ક્યાંક વાઇરલ ન થઈ જાય એટલે તે સતત ડિપ્રેશનમાં રહે છે. લોકોએ ફેક આઈડી થી બચવું જોઈએ અને જેમને ઓળખતા ન હોઈએ તેવા અજાણ્યા લોકોની સાથે વિડીયોકોલથી વાત કરવાનું ટાળવું જોઈએ. "

અન્ય સમાચારો પણ છે...