તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:દાંતીવાડાના ડાંગીયાના 20 પરિવારના 40 બાળકો મજૂરી છોડી અભ્યાસ તરફ વળ્યા

પાલનપુર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
યુવક દર રવિવારે સ્લમ વિસ્તારના 40 બાળકોને અભ્યાસ કરાવે છે. - Divya Bhaskar
યુવક દર રવિવારે સ્લમ વિસ્તારના 40 બાળકોને અભ્યાસ કરાવે છે.
 • દાંતીવાડાના ડાંગીયાના યુવાને સ્લમ વિસ્તારમાં સ્કૂલ શરૂ કરી

દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામે લોકડાઉન દરમિયાન જમવાનું આપવા ગયેલા યુવકને એક નાના ભૂલકાએ કહ્યું આને શુ કહેવાય ત્યારે યુવકને થયું આ બાળકને જમવાની પણ ખબર નથી. તો એમને અભ્યાસની જરૂર છેે. જે બાદ તેમણે લોકડાઉનમાં સ્લમ વિસ્તારમાં જ સ્કૂલ શરૂ કરી દીધી અને બાળકોને દર રવિવારે અભ્યાસ કરાવે છે.

દાંતીવાડા નજીક એક સ્લમ વિસ્તાર આવેલો છે. જેમાં 20 જેટલા પરિવારો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને રોજ પ્લાસ્ટિક વિણવું, ફ્રૂટ વેચવા જવું, ભીખ માગવી, મજૂરી કરવી જેવા કામો કરતા હતા અને દેશમાં કોરોનાની મહામારી આવી એટલે આ લોકોને જમવાનું પણ નસીબ ન હતું. પરંતુ સેવા ભાવિ લોકો દ્વારા જમવાનું તેમજ રાશનકીટોનું વિતરણ કરાયું હતું.

આ બાબતે રાકેશભાઈ ડાંગીયાએ જણાવ્યું હતું કે ‘લોકડાઉન થયું તે દિવસથી અમે સ્લમ વિસ્તારમાં નાસ્તો, ફ્રુટ તેમજ જમવાનું આપતા હતા તે દરમિયાન સ્લમ વિસ્તારના એક નાના ભૂલકાએ એની માતાને એમ કહ્યું કે મમ્મી આ શું છે જમવાનું. આ દ્રશ્ય જોઈને મને મનમાં વિચાર આવ્યો કે આ બાળકને જમવાની પણ ખબર નથી તો અભ્યાસથી શું ખબર હશે. માટે તે જ દિવસથી દર રવિવારે આ વિસ્તારમાં બાળકોને અભ્યાસ કરાવવા જાઉં છું. અત્યારે 40 જેટલા બાળકો દર રવિવારે અભ્યાસ કરે છે. જેઓ લખતા, બોલતા, વાંચતા શીખી ગયા છે.’

યુવાન આખો દિવસ બાળકો સાથે રહે છે
યુવાન દર રવિવારે સ્લમ વિસ્તારમાં ચા-નાસ્તો સહિત ફ્રૂટ તેમજ ગિફ્ટ, બોલપેનો અને સ્લેટપેનો લઈને બાળકોને ભણાવવા જતા હતા. બાળકો સાથે રહીને આખો દિવસ પસાર કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો