પાલનપુર કોરોના LIVE:બનાસકાંઠા જિલ્લામાં આજે 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પાલનપુરમાં 08 અને ડીસામાં 08 કોરોના પોઝિટિવ કેસ

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે મંગળવારે જિલ્લામાં 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં ટોટલ એક્ટિવ કેસનો આંક 93 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લા આજે 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 2799 RTPCR અને 1106 એન્ટીજન એમ ટોટલ 3905 જેવા ટેસ્ટ કરાતાં 21 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે. પાલનપુર તાલુકામાં 08, ડીસામાં 08, ભાભરમાં 01, વડગામમાં 01, કાંકરેજમાં 01, દિયોદરમાં 01 સહિત જિલ્લાના 7 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ એક્ટિવ કોરોના પોઝિટીવ કેસ 93 થયા છે.

અન્ય સમાચારો પણ છે...