ક્રાઇમ:વાછડાલમાં કૌટુંબિક કાકીને ધૂપલિયું મારવા જતાં 4 વર્ષના પિતરાઇ ભાઇને વાગતાં મોત

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાને ઘરમાં બેસાડવાના ઝઘડામાં ધૂપલિયુ કાકીને મારવા ગઇ તો બાળકને માથામાં વાગ્યું

ધાનેરાના વાછડાલ ગામે રમીલાબેન વાઘાભાઇ ઉમટ મંગળવારે રાત્રે 8.00 વાગ્યે પુત્ર કાર્તિક (ઉ.વ.4)ને લઇ ઘરની બાજુમાં આવેલા ભૈરવ બાપજીના મંદિર પાસે લધુશંકા કરાવવા માટે લઇ ગયા હતા. તે સમયે કૌટુમ્બિક ભત્રીજી નર્મદાબેન નાનજીભાઇ ઉમટ માતા પિતાજીને તુ તારા ઘરમાં કેમ બેસવા દે છે. તેમ કહી લોખંડનું ધુપલીયું લઇ રમીલાબેનને મારવા ગયા હતા. તે વખતે રમીલાબેન પાછળ ફરી જતાં પુત્ર કાર્તિકના માથામાં ધુપલીયું વાગતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી.

બુમાબુમ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા.તેના પિતા રામાભાઇ વાઘાભાઇ ઉમટ, જેઠનો દીકરો મુકેશભાઇ સેધાભાઇ ઉમટ, ભટાભાઇ વિરમાભાઇ ઉમટ દોડી આવ્યા હતા. અને બાઇક સારવાર અર્થે પાંથાવાડા બાદ પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં રાત્રે સારવાર મોત નિપજ્યું હતુ. આ અંગે રમીલાબેને ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...