જિલ્લાના વધુ છ છાત્રો યુક્રેન થી સંઘર્ષો સહન કર્યા બાદ હેમખેમ વતન પરત પહોંચ્યા છે. પાલનપુર ડિઝાસ્ટર વિભાગ ના નાયબ મામલતદારએ જણાવ્યું હતું કે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ભારત સરકારના પ્રયાસોથી બાળકોને વતન સુધી સહી સલામત મુકવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી પાલનપુરના 9 છાત્રો ઘરે પહોંચી ગયા છે જ્યારે અન્ય બાળકો 4-5 દિવસમાં પહોંચી જાય તેવી શક્યતા છે.
એક માત્ર પાલનપુરનો છાત્ર હાલમાં ખાર્કીવમાં બંકરમાં ફસાયેલો છે. અને તેના પરિવારજનો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે."પાલનપુર આવેલા સ્મિત ભીલનું બ્રાહ્મણ વાસ વિસ્તારના લોકો તેમજ પરિવારજનો એ હર્ષોલ્લાસભેર ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું સ્મિતને અમદાવાદ લેવા માટે અન્ય સગા વાલા ગયા હતા ઘરે આવતા જ સ્મિત માતા-પિતાને ભેટીને રડ્યો હતો. અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્મિતએ જણાવ્યું હતું કે"અન્ય બાકી બાળકો જે રીતે આવ્યા તે જ રીતે અમે પણ રોમાનિયા બોર્ડર પહોંચ્યા હતા પરંતુ બે થી ત્રણ હજાર છાત્રો ઉભા હોવાથી અમારો નંબર ક્યારે આવશે તે ચિંતા હતી જેથી અમે છ છાત્રોએ જોખમ ખેડવાનું નક્કી કર્યું હતું અને જે વોલ્વો પસાર થઇ રહી હતી તેની વચ્ચેની ખાલી સાંકડી જગ્યામાં એક બીજાની બેગ પકડીને બસની સાથે દોડવાનું નક્કી કર્યું હતું જેમાં સૌથી છેલ્લે બે મિત્રોનો સાથ છૂટી ગયો હતો અને ત્યાં જ રહી ગયા હતા. દિલ્હી ઉતર્યા બાદ ટ્રેનની વ્યવસ્થા હતી પરંતુ લાંબી મુસાફરી ન કરવા અમે અમારા જ ખર્ચે ડોમેસ્ટિક ફ્લાઈટમાં બેસી અમદાવાદ ઉતરી ગયા હતા જ્યાં મામા લેવા આવ્યા હતા ઘરે આવી હાશકારો થયો હતો.
દિયોદરનો પિયુષ - 3 ડિગ્રી ઠંડીમાં 55 કિ.મી. ચાલ્યો
દિયોદરના રૈયાનો પિયુષ રાયમલભાઈ ચૌધરી 4 વર્ષથી યુક્રેન હતો. 26 ફેબ્રુએ બસમાં બોર્ડર પર ભીડ હોવાથી વિધાર્થીઓ ઉતરી ગયા હતા અને 55 કિમિ ચાલતા પોલેન્ડ બોર્ડર પોહચ્યા હતા. જેમાં માઇનસ 3 ડીગ્રી તાપમાન વચ્ચે રાત વિતાવી હતી જેમાં પિયુષ પરત ન ફરતા અને બોર્ડર પર ફસાઈ જતા પરિવારજનો પણ ચિંતા માં મૂકાયા હતા જેમાં ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિધાર્થીઓ ને પરત લાવવા માટે મિશન ગંગા શરૂ કરતાં પિયુષ ચૌધરી પણ પોતાના ગામ રૈયા પરત ફરતા પરિવારજનો ભાવુક બન્યા હતા પિયુષ એ જણાવેલ કે માઇનસ 3 ડીગ્રી તાપમાન વચ્ચે દિવસ અને રાત પસાર કરી છે.
પાલનપુરનો તક્ષ મોદી અમદાવાદમાં દાદી પાસે જ રહ્યો
અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા દક્ષ મોદીએ પાલનપુર આવવાના બદલે પોતાની દાદી પાસે રહેવાનું વધુ મુનાસીબ માન્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે દાદી ને વધુ પડતી ચિંતા હોવાથી દક્ષ ત્યાં રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.