શનિવારે વધુ 11 છાત્રોની વતન વાપસી થતા પરિવારજનો રાજીના રેડ થયા હતા. કલાકોની મુસાફરી, આંખોમાં ઉજાગરા અને ચહેરા પર થાક હોવા છતાં યુદ્ધના મહોલમાંથી સહી સલામત પરત ફરતા છાત્રોનો ઉત્સાહ વતન આવતાજ બેવડાઈ ગયો હતો અને તમામ થાક દૂર થઈ ગયો હતો. જિલ્લાના હવે માત્ર 4 છાત્રો આવવાના બાકી રહ્યા છે.
પાછલા 4 દિવસમાં જિલ્લાના 38 છાત્રો વતન પહુચ્યા છે. જિલ્લાના મુખ્ય મથક સ્થિત પાલનપુરનું ડિઝાસ્ટર વિભાગ દરેકે દરેક છાત્ર અને પરિવાર સાથે સતત સંપર્કમાં રહ્યું હતું જેને લઈ જિલ્લા વહીવટીતંત્રએ અધિકારીઓને બિરદાવ્યા હતા. અગાઉ તમામ અધિકારીઓએ છાત્રોના ઘરે જઈ પરિવારજનોને દિલાસો અને સાંત્વના પાઠવી હતી. હવે જિલ્લા ભાજપના નેતાઓ પણ પાર્ટીના કાર્યકરો સાથે વતન આવેલા બાળકો સાથે ફોટો સેશન કરાવી તમામ અપડેટ્સ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે.
પાલનપુર ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે "બનાસકાંઠા જિલ્લામાં કુલ 43 છાત્રો યુક્રેનમાં ફસાયેલા હતા. જે પૈકી 38 છાત્રો સહી-સલામત પાછા લાવવામાં આવ્યા છે. હાલમાં 5 ઠાકોરો આવવાના બાકી છે જેમાં એક યુક્રેનના સુમી વિસ્તારમાં, એક બીજો પોલેન્ડની સરહદ પર, ત્રીજો હંગ્રીની સરહદ પર જ્યારે એક યુક્રેનમાં બીમાર હોવાથી તે સાજો થાય ત્યારે બહાર નીકળશે અને એક યુક્રેન નહીં પરંતુ રશિયા હોવાથી તે ત્યાં સલામત છે. "
ભાભરનો વિદ્યાર્થી બોર્ડર પાર કરવા 8 કલાક ખાધા પીધા વિના લાઈનમાં ઊભો રહયો
ભાભરનો ધ્રુવિલ મહેશભાઈ અખાણી સહિતના અન્ય છાત્રોને યુક્રેનના વિનીત્સ્યા સીટીમાં એક સેલ્ટર હોમમાં સલામત પાંચ દિવસ વિધાર્થીઓ ને રાખવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા પહોંચ્યા હતા જ્યાં બોર્ડર ક્રોસ કરવા માટે ભૂખ્યા જ 8 કલાક લાઈન માં ઊભા રહીને બોર્ડર પાર કરી શક્યા હતા. ત્યારબાદ ઇન્ડિયન એમ્બેસી ની મદદથી તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી થી અમદાવાદ બાય પ્લેન આવ્યા બાદ રાત્રે 11 વાગ્યે ધ્રુવિલ પોતાના માદરે વતન ભાભરમાં પહોંચ્યો હતો.ધ્રુવિલના પરિવારજનો પણ માનસિક તણાવ હેઠળ હતા તેમના બાળકનો સંપર્ક થતો ન હતો દિકરો ધરે પહોંચતા પરિવારે રાહતનો દમ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.