તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાખણીના વરાનોડા પાસેથી દારૂ સાથે 4 શખ્સો ઝડપાયા

લાખણીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, કાર અને પીકઅપ ડાલું મળી રૂ.3.75 લાખનો મુદ્દામાલ જપ્ત

લાખણીના વરાનોડા પાસેથી આગથળા પોલીસે દારૂ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આગથળા પોલીસ ગુરુવારે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ડેકા તેમજ વરનોડા ગામ બાજુ દારૂની હેરાફેરી તથા વેચાણ થતું હોવાની બાતમી મળતા વરનોડાની સીમમાં તપાસ કરતાં ત્યાંથી સ્વિફ્ટ કાર, પીકઅપ ડાલુ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂની 206 બોટલ કિં.રૂ.20,600,સ્વિફ્ટ કાર તથા પીકઅપ ડાલુ સહિત રૂ.3,75,100 ના મુદ્દામાલ સાથે પરબતજી પ્રતાપજી ઠાકોર (રહે.કમોડા), પ્રધાનજી નવાજી ઠાકોર (રહે. ડેકા), જવાનજી જોગજી ઠાકોર તથા ભૂપતજી વસાજી ઠાકોર (બંને રહે.વાસણ (કુડા), તાલુકો-લાખણી)ને ઝડપી લીધા હતા. તેમજ મુદ્દામાલ આપનાર પપ્પુસિંહ ઉર્ફે પરબતસિંહ અમરસિંહ વાઘેલા (રહે.લાખણી) આ તમામ આરોપીઓ વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...